– 45 વર્ષની રાજકારણી મહિલા અને યુવાન કાર્યકર સાથે પ્રેમસંબંધ જાહેર થતા ભારે ચર્ચાસ્પદ
– ભરૂચ જીલ્લાના આ અગ્રણી મહિલા નેતા પાસે મોવડી મંડળે દબાણથી રાજીનામું લખાવ્યું હોવાનો દાવો
ભરૂચ : સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે.હાલમાં ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનો તેમના પ્રેમીએ જ સોશિયલ મીડિયામાં ઘટસ્ફોટ કરતા આ લવસ્ટોરી ટોક ઓફ ધ ટાઉન બની છે.
35 વર્ષીય પ્રેમી ચિંતન પટેલે ભરૂચ જિલ્લાના અગ્રણી મહિલા નેતા સાથેના સંબંધોની સ્ટોરી પ્રકાશમાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.જો કે આ મુદ્દે મોવડી મંડળના દબાણથી મહિલા નેતાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.સોશ્યલ મીડિયામાં આ લવસ્ટોરી વાયરલ કરનાર ચિંતન પટેલ ઉર્ફે ચેતન પટેલ વડોદરા જીલ્લા ભાજપનો કાર્યકર છે.ઉપરાંત તે રામસેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે.અગાઉ વિઝા અને ONGCમાં નોકરી આપવાના છેતરપીંડીના કેસમાં ચિંતન જેલના હવાલે જઈ ચુક્યો હોવાની માહિતી સાંપડી રહી છે.ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા તેનાથી 10 વર્ષ નાના યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો ઘટસ્ફોટ સોશ્યલ મીડિયામાં થતા ભરૂચ જીલ્લાના રાજકારણ સ્તબ્ધ થઇ ગયું હતું.માહિતી મુજબ વડોદરાનો ચિંતન પ્રભુદાસ પટેલે ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણી નેતા સાથે ત્રણ વર્ષ જુનો પ્રેમ સંબંધ હોવાની કેફિયત એક અરજી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી છે.આ પ્રેમ સંબંધ દરમિયાન લેવાયેલા અલગ અલગ સમયના 7 જેટલા ફોટો પણ ચિંતને વાયરલ કર્યા છે.
ચિંતન પટેલે ભરૂચ જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટરોને સંબોધી તેમજ રાજ્યના મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહીત પોલીસવડાને નકલ દ્વારા વાયરલ કરવામાં આવેલી ફરિયાદરૂપી અરજીમાં એવો ચોંકાવનારો મુદ્દો રજુ કર્યો હતો કે ભાજપના અગ્રણી મહિલા નેતા સાથે ત્રણેક વર્ષ અગાઉ તેઓ સંપર્કમાં આવ્યા ત્યારબાદ અવારનવાર મુલાકાતે બંને જણા એકાબીજાના ગાઢ પ્રેમમાં પડ્યા હતા.તેણીએ મને જણાવ્યું હતું કે આજ પ્રકારે મારી સાથે સંબંધો રાખે તો હું મારા પૈસાથી તને મકાન લઇ આપીશ.ત્યારબાદ તેણીએ શ્રવણ ચોકડી પાસે સી ટાવરમાં 407 નંબરનું મકાન ભાડેથી લઇ આપ્યું હતું.જેમાં તેઓ અનેકવાર રોકાતા હતા.તેમજ તેમના ભોલાવ અને ગાંધીનગરમાં મકાનોમાં પણ મેળાવડો થતો હતો.આ અતુટ પ્રેમના સંબંધોની જાણ તેમના ગાઢ મિત્રો અને કાર ચલાવતા ડ્રાઈવરને પણ હતી.સામા પક્ષે જે મહિલા વિરુદ્ધ આક્ષેપ થયા છે તે ભાજપના આગેવાન મહિલાએ જણાવ્યું હતું કે તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરવાનું ષડ્યંત્ર છે.જો કે તેમને માંદગી હોવાથી સારવાર ચાલતી હોવાનું કહી વધુ વાત કરી નહોતી.
દરમિયાન આ મુદ્દે ભરૂચ SP ડો. લીના પાટીલ આખા મુદ્દે જણાવ્યું હતું કે બન્ને પક્ષકારો તરફથી રજુઆતો કરવામાં આવી છે.પોલીસ તપાસ કરીને જે કોઈપણ જવાબદાર હશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરશે.
માંદગીનું કારણ ધરી મહિલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
સમગ્ર મુદ્દે ભરૂચ જીલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે જે મહિલાની વાત થઈ રહી છે તે મહિલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.રાજીનામું ધરવા પાછળ તેમણે માંદગીનું કારણ રજૂ કર્યું છે.