ભરૂચ : વાગરા તાલુકાના લખી ગામમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અવારનવાર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે.જેના કારણે સ્થનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જે મામલે ગ્રામજનોએ કંપની સંચાલકોને રજૂઆતો પણ કરી હતી.પરંતુ કંપની તરફથી કોઈ યોગ્ય નિકાલ નહીં કરાતા સોમવારો લખીગામના સરપંચ સહીત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા અવારનવાર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે.
અનેક વખત ગુજરાતનાં મુખ્યમંત્રી અને આ વિસ્તારનાં ધારાસભ્યને, જીલ્લા પંચાયતનાં પ્રમુખને જાણ કરી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા પ્રધાનમંત્રીને પ્રદૂષણની જાણ કરાઇ છે તેમ છતાં સત્તાધારી પક્ષ ભાજપનાં શાસકો દ્વારા આ ખાનગી કંપની સમક્ષ કોઈ નક્કર પગલાં લેવાતા નથી.આ ગામના શિક્ષિત યુવકોને રોજગારી અપાય તેવી અનેક વખત કંપનીનાં અધિકારીઓને જાણ કરી છે.બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે અહીં પ્રદૂષણમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. આ ખાનગી કંપનીઓ સામે જો સરકાર કોઈ અસરકારક પગલાં નહીં લે તો આરતી ઇન્ડસ્ટ્રીઝ સામે ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.