– નવસારી મારા માટે નવું નથી અને હુંય નવસારી માટે નવો નથી- વડાપ્રધાન મોદી
– ભલે તમે મને વડાપ્રધાનનું કામ સોંપ્યું હોય,પણ મારા દિલમાં તો નવસારી એમનું એમ જ હોય –મોદી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ભાજપ,કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ગઈકાલે વડાપ્રધાને સોમનાથ,રાજકોટના ધોરાજીમાં,અમરેલીમાં તેમજ બોટાદમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.એ બાદ આજે વડાપ્રધાન સુરેન્દ્રનગર અને ભરૂચના જંબુસરમાં સભાને સંબોધી હવે નવસારી પહોંચ્યા છે.આગામી એક ડિસેમ્બરના રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકોના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરી હતી.
નવસારીમાં જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે
ગયા બે દિવસથી ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારમાં લોકોના આર્શીવાદ લેવાનો મોકો મળ્યો
જ્યાં જ્યાં જવાનુ થયુ ત્યાં જનતાનો ઉત્સાહ અદભુત જોવા મળ્યો
કદાચ ગુજરાતની ધરતી પર આવીને ચૂંટણીના વાતાવરણને ન જુએ તો અંદાજ જ ન આવે કે લોકોને ભાજપ પ્રત્યે કેટલો પ્રેમ છે
નવસારી મારા માટે નવુ નથી, હુ નવસારી માટે નવો નથી
ભલે પ્રધાનમંત્રીનુ કામ સોપ્યુ પરંતુ મારા દિલમાં નવસારી જ છે
મે સંગઠન, ઉમેદવાર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે ચૂંટણીમાં કામ કર્યુ છે
પરંતુ મારે કહેવુ પડે ચૂંટણી અમે નથી લડતા ગુજરાતની જનતા લડી રહી છે
ગુજરાતની જનતાએ ભાજપને ફરી એક વાર સરકાર બનાવવા માટે ચૂકાદો જાહેર કરી દીધો છે
મે જોયુ જે પહેલી વખત મતદાન કરવાના છે તેમનો ઉંમગ કંઇક જુદો છે
પરંતુ જે લોકો વર્ષોથી વોટ આપે છે એવા બધાની જવાબદારી જરા વધી જાય છે
આ તમારો પ્રેમ છે તમારા આર્શીવાદથી સેવા કરવાનું પ્રોત્સાહન મળે છે
સી.આર અને ભૂપેન્દ્ર જોડી જે રીતે કામ કરી રહી છે..તમે તેને વધાવ્યુ છે તેનાથી મારો વિશ્વાસ છે આ વખતે ગુજરાત જુના બધા રેકોર્ડ તોડશે
ચૂંટણી જીતવાની છે,તમારા મત પડવાના છે, કમળ ખિલવાનું જ છે…સાથે લોકતંત્રનો પણ જય..જયકાર થવાનો છે
આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે…તેવી મારી વિનંતી છે
ચૂંટણી પંચ પણ વધુમાં વધુ મતદાન માટે અનેક પ્રયત્ન કરે છે તેને અભિનંદન આપુ છુ.
આપણે આ વખતે વધુમાં વધુ કમળ ખિલવવાનું કામ કરવાનું છે
કલ્પના નહી હોય તેવી વોટની તાકાત છે.
આજે હિન્દુસ્તાન દુનિયામાં ડંકો વગાડી રહ્યુ છે
આ મોદીના કારણે નહીં પરંતુ તમારા વોટના કારણે હિન્દુસ્તાન અને ગુજરાત પ્રગતિ કરી રહ્યુ છે
ગુજરાતનો દરેક નાગરિક મતદાન કરીને દુનિયામાં અહેસાસ કરાવે કે મતની તાકાત શું છે
મોદીનો વટ પણ તમારા વોટમાં છે
મોદી જે છે એ પણ તમારા વોટના કારણે છે, આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે, તમારા વોટ હોય અને મોદીનો વટ હોય તો હિંદુસ્તાનના પ્રત્યેક નાગરિકનો પણ વટ હોય…
તમારા મતના કારણે તમે પૂણ્યના હકદાર છો
300 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે
આ 300 કરોડ રૂપિયા મોદીના કારણે નહીં તમારા વોટના કારણે થયા છે.
16 હજાર લોકોને રહેવા માટે ઘર ન હતુ.મુસીબતમાં જીવન પસાર કરતા હતા
નવસારીમાં હજારો લોકોને પાકા ઘર મળ્યા તમારા વોટના કારણે
ગરીબનું કોઇ ન હોય, તેનો મોદી હોય…
ગુજરાતમાં 3 લાખ લારી-ગલ્લાવાળાને બેંકમાંથી રૂપિયા અપાયા
નવસારી મારા માટે નવું નથી અને હુંય નવસારી માટે નવો નથી…
કોઈ કલ્પના નહોતું કરી શકતું કે, ગુજરાત વિકાસમાં નંબર 1 બની શકે, અને આજે એ શક્ય બન્યું.
મોટી સંખ્યામાં માતા-બહેનો આર્શીવાદ દેવા આપી છે
મને આ માતાઓની કૂખે જન્મ લેવાનો મોકો નથી મળ્યો પરંતુ આર્શીવાદ હંમેશા મારા પર રહ્યા છે
મારા દેશની માતાઓ દુખી હોય તેના દિકરાની ગમે ?
આ દુખ માટે ગુજરાતમાં મા યોજના લાવ્યા હતા અને દિલ્હીમાં ગયો તો આયુષમાન યોજના લાવ્યા
એક સંવેદનશીલ નેતા કેવું કામ કરે તેનું ઉત્તમ ઉદાહરણ સીઆર પાટીલ છે
લાખો બાળકો કુપોષણમાંથી બહાર નીકળે તે માટે સીઆર પાટીલ કામ કરી રહ્યા છે
ભૂતકાળની સરકાર માછીમારોને તેના નસીબ પર છોડી દેતી હતી
કોંગ્રેસ પાર્ટીને પરિવાર સિવાય કંઇ દેખાય જ નહીં
મતાદાતાને મળવા જવુ એ પણ એક તિર્થ યાત્રા છે.
તમે જ્યારે મતદારરૂપી તિર્થયાત્રા કરવા જાવ છો ત્યારે તેમને હાથ જોડીને કહેજો નરેન્દ્રભાઇ નવસારી આવ્યા છે અને એને તમને પ્રણામ પાઠવ્યા