ભાઈંદરના ઉત્તન વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રૅકેટ પર પોલીસે સોમવારે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે બે મહિલા દલાલની ધરપકડ કરવાની સાથે એક રાતના બે લાખ રૂપિયામાં દેહનો સોદા કરતી બે દક્ષિણ ભારતીય હિરોઇનનો છૂટકારો કરાવ્યો હતો.
મીરા-ભાઇંદર વસઈ-વિરાર પોલીસના ડીસીપી ઝોન-૧ અમિત કાળેને બાતમી મળી હતી કે ભાઇંદર-વેસ્ટના ઉત્તન વિસ્તારમાં આવેલા એક બંગલામાં હાઈ પ્રોફાઇલ સેક્સ રૅકેટ ચાલે છે.આથી તેમણે પોતાની ટીમ સાથે સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો.બંગલામાંથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બે હિરોઇન અને બે મૉડલ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી.
અહીંથી પોલીસની ટીમે સેક્સ રૅકેટમાં યુવતીઓ અને ગ્રાહકો સાથે કો-ઑર્ડિનેશન કરતી બે મહિલાઓને તાબામાં લઈને તેમની સામે પીટાની કલમો લગાવી હતી.
ઉત્તનના ધાક્કી વિસ્તારમાં આવેલા એક બંગલામાં સેક્સ ચાલતું હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ખાતરી કરવા માટે પહેલાં અહીં એક બોગસ કસ્ટમર મોકલ્યો હતો.આ કસ્ટમર સાથે ૩૦ વર્ષની પિંકી નાથ દુબે અને ૩૦ વર્ષની અર્પિતા ઘોસા નામની બે મહિલાએ દક્ષિણ ભારતની એક હિરોઇન સાથે એક નાઇટ માટે બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.
ખાતરી થયા બાદ કમિશનર સદાનંદ દાતેના માર્ગદર્શનમાં ડીસીપી અમિત કાળેની આગેવાનીમાં નયાનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાશ બર્વેની ટીમે બંગલામાં કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ડીસીપી અમિત કાળેએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આ બંગલામાં બહારગામના હાઈ પ્રોફાઇલ કસ્ટમરો માટે ફિલ્મોની હિરોઇનો અને મૉડલોને પૂરી પાડવામાં આવતી હતી.

