ન્યુ દિલ્હી,તા.૨૬
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની રોલ્સ રોયસ ઘોસ્ટ કાર, ડાયમંડ હેન્ડ ઘડિયાળ, દુર્લભ પેઇન્ટિંગ સહિત ૧૧૨ મિલકતોની હરાજી કરવામાં આવી રહી છે.આ સામાનો માટે ગુરૂવારે હરાજી થઈ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરફથી નીરવ મોદીના આ સામાનની હરાજી સેફરનઆર્ટ દ્વારા કરવામાં આવશે. આ સામાનોની લાઈન હરાજી થશે. પંજાબ નેશનલ બેંકના લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ઘોટાળાના આરોપી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો હતો અને બાદમા તે યૂકેમાં જોવા મળ્યો હતો.
નીરવ મોદીના સમાનની હરાજી બે તબક્કામાં સેફરનઆર્ટ દ્વારા કરવામાં આવશે. આગામી અઠવાડીએ ૩ અને ૪ માર્ચે પણ ઓનલાઇન હરાજી પણ કરવામાં આવશે. ૭૨ સામાનો માટે બોલી લગાવવામાં આવશે.
સેફરનઆર્ટે પાછલા વર્ષે પણ માર્ચમાં નીરવ મોદીના સામાનની હરાજી કરી ૫૫ કરોડ રૂપિયાથી વધુ ભેગા કર્યા હતાં. તેમનુ કહેવુ છે કે, ગુરૂવારે ૧૧૨ વસ્તુઓની લાઈન હરાજી થશે. ત્યાર બાદ આવતા અઠવાડીએ પણ એક લાઈવ હરાજી થશે. જણાવી દઈએ કે, હરાજીની રકમમાંથી બેંકોની બાકી ચૂકવણી કરવામાં આવશે.જોકે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીરવ મોદીની ફરાર થયા બાદ કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી.
ભાગેડુ નિરવ મોદીની લક્ઝરી કાર-દુર્લભ ઘડિયા-પેઇન્ટિંગ્સની આજે હરાજી
Leave a Comment