લંડન : બેંક છેતરપિંડી અને મની લોન્ડ્રીંગ કેસના આરોપી, ભાગેડુ વેપારી વિજય માલ્યાએ ભારતમાં પ્રત્યપર્ણથી બચવા માટે નવો પેંતરો અજમાવ્યો છે. સુત્રો અનુસાર,માલ્યાએ બ્રિટનમાં રાજકીય આશરો લેવા માટે ગૃહપ્રધાન પ્રીતી પટેલને અરજી મોકલી છે.
એપ્રીલમાં બ્રિટિશ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે માલ્યાને ભારતમાં પ્રત્યર્પિત કરી શકાય છે.ત્યાર પછી ૧૪મેએ કોર્ટ માલ્યાને સુપ્રિમ કોર્ટમાં જવાની તક આપવાની ના પાડી દીધી હતી.જો કે હજુ એ ખબર નથી પડી કે માલ્યાએ શરણની અરજી તે પહેલા આપી હતી કે પછી
એક સીનીયર વકીલ અનુસાર જો શરણની માંગણી રદ કરી દેવાય તો તેની પાસે ટ્રીબ્યુનલમાં જવાનો અધિકાર છે.આ રીતે માલ્યા ૧૮ મહિના અથવા બે વર્ષ સુધી પ્રત્યાપર્ણને ટાળી શકે છે.

