નવી કેબિનેટની રચનાથી ભાજપમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ છે.સિનિયર પૂર્વ મંત્રીઓ કે જેમને પડતા મૂકવામાં આવ્યા છે તેઓ તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યાં છે.બહારનો દેખાવ એવો છે કે અમને નારાજગી નથી પરંતુ અંદરખાને તેઓ દુખી છે.તેમનો ગરાસ લૂંટાઇ ગયો છે.કેબિનેટનું મંત્રીપદ છીનવાઇ ગયું છે.હવે તેમને દહેશત છે કે પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકીટ પણ આપશે નહીં.ભાજપના આખા બોલા ભરૂચના સાંસદે પહેલી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે હું નવી કેબિનેટની રચનાથી નારાજ છું. ભાજપમાં લોબીંગ ચાલી રહ્યું હોવાનો તેમણે આરોપ મૂક્યો છે.
વસાવા કહે છે કે ભાજપ હવે પહેલા જેવો પક્ષ રહ્યો નથી. સિનિયરોની ઉપેક્ષા થઇ રહી છે. હું પાર્ટીના વલણથી નારાજ છું.આ અગાઉ મનસુખ વસાવાએ એવો આરોપ મૂક્યો હતો કે પાર્ટીમાં આદિવાસી સમાજ માટે કોઇ કામ કરતું નથી.તેમણે રૂપાણી સરકારમાં અગાઉ કેટલાય પત્રો લખ્યા હતા અને આદિવાસીઓની ઉપેક્ષા નહીં કરવા સલાહ આપી હતી.
કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલા ચાર સભ્યો જાહેરમાં બળાપો કાઢતા નથી પરંતુ અંદરખાને નારાજ છે.જો તેઓ જાહેરમાં બોલે તો પાર્ટીની સિસ્ત નડે છે પરંતુ આ પૂર્વ મંત્રીઓ હવે ચૂંટણીમાં નિષ્ક્રિય બની જાય તેવી સંભાવના છે.આ નેતાઓને કોંગ્રેસ પાર્ટી તો પાછા લે તેવી નથી તેથી તેમના માટે છેવટના પ્રયાસ રૂપે આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે.જો કે કોંગ્રેસમાંથી આવેલા આ ચાર પૈકી હજી સુધી કોઇ એક નેતાએ જાહેરમાં બળાપો કાઢ્યો નથી.
નવા મંત્રીમંડળની રચના બાદ પૂર્વ મંત્રી જયેશ રાદડીયાએ જાણો શું કહ્યું
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની રચના થઇ છે. આ મંત્રીમંડળમાં એક પણ અનુભવી મંત્રીને કે આગેવાનને સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે નો રીપીટની થીયરી અપનાવીને આ મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ,જયેશ રાદડીયા,નીતિન પટેલ,કૌશિક પટેલ,વાસણ આહીર,દિલીપ ઠાકોર,પ્રદીપસિંહ જાડેજા જેવા દિગ્ગજ નેતાઓને કાપવામાં આવ્યા છે.રૂપાણી સરકારમાં આ તમામ નેતાઓને મહત્ત્વની જવાબદારી આપવામાં આવી હતી.પણ નવા મંત્રીમંડળમાં એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.તો કેટલીક જગ્યા પર પૂર્વ મંત્રીઓના સમર્થનમાં લોકોએ કેમ્પેન પણ શરૂ કર્યા છે, તો ક્યાંક બંધનું એલાન કર્યું છે.ત્યારે પૂર્વ મંત્રી જયેશ રાદડીયાએ મને જરા પણ દુઃખ નથી તેવું જણાવ્યું હતું.
જયેશ રાદડીયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જરા પર દુઃખ નથી. સાથે મળીનું કામ કર્યું છે.નાની ઉમરમાં ઘણા હોદ્દા આપ્યા છે એટલે ક્યાંય પ્રશ્ન નથી. અમને ક્યાય અન્યાય થતો નથી.ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું આપ્યું છે.હજુ પણ હું ધારાસભ્ય અને કાર્યકર્તા છું. લોકોની વચ્ચે જવાનો છું.લોકોના કામ કર્યા છે એટલે લોકોના દિલમાં છું.સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને મારા મત વિસ્તાર હોય કે અમારો સમાજ હોય તેમના દિલમાં જગ્યા છે.ધારાસભ્ય તરીકે અને પાર્ટીના કાર્યકતા તરીકે લોકોની વચ્ચે જવાનો છું.મને સહેજ પણ અફસોસ નથી. 8 વર્ષથી ગુજરાતના મંત્રીમંડળમાં હું જવાબદારી સંભાળું છું. નાની ઉંમરમાં કામ કર્યું છે.સરકારે જે જવાબદારી જે વિભાગ આપ્યો છે તેનું નિખાલસતાથી અને સાચી હિંમત રાખીને કામ કર્યું છે. તેનું પરિણામ પણ લોકોની સમક્ષ આપ્યું છે.આવનારા દિવસોમાં પાર્ટી જે કોઈ પણ જવાબદારી આપશે તે નિભાવીશ. સમયે સમયે દરેક લોકોને જવાબદારી મળતી હોય છે.દરેક સમાજને મળતી હોય છે.


