સુરતમાં શ્રમિકોને વતન મોકલવાને લઈને રાજકારણ ગરમાયું છે.ત્યારે સુરત રેલવે સ્ટેશન પરથી શહેર કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી.કોંગ્રેસનો આક્ષેપ છે કે,ભાજપના ઈશારે સુરત પોલીસ કામ કરી રહી છે.શ્રમિકોને પક્ષના ખર્ચે વતન મોકલવા કોંગ્રેસના નેતા અને કાર્યકરો પહોંચ્યા ત્યારે હોબાળો થયો હતો.ત્યારે કોંગ્રેસના નેતા વસંત તોગડિયાએ જણાવ્યુ કે,પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે.સુરત રેલવે સ્ટેશનેથી શહેર કાંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની અટકાયતભાજપના ઈશારે સુરત પોલીસ કામ કરી રહી હોવાનો કાંગ્રેસનો આક્ષેપ.શ્રમિકોને પક્ષના ખર્ચે વતન મોકલવા કાંગ્રેસ પહાંચી ત્યારે થયો હોબાળો
1200 શ્રમીકો ભરેલી ટ્રેન આજે યુપી જવા રવાના થઈ
સુરતથી 1200 શ્રમીકો ભરેલી ટ્રેન આજે યુપી જવા રવાના થઈ અને આ શ્રમીકોના ભાડાનો ખર્ચ સુરત શહરે કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો છે. ટ્રેનને સુરતના કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ લીલીઝંડી આપી હતી અને પ્લેટફોર્મ નંબર 4 પરથી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કોંગ્રેસ પાર્ટીના આદેશ બાદ પ્રથમ વખત સુરત કોંગ્રેસ દ્વારા શ્રમીકો માટે ભાડાની વ્યવસ્થા કરાવાની તેમને રવાના કરવામાં આવ્યા.


