બિહાર જેવા મહત્વના રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ધમધમાટને છોડીને ભાજપના ચાણક્ય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વખતે બંગાળમાં ધામા નાખતા સૌકોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.ખાસ વાત એ છે કે,પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને હજી પણ છ મહિના કરતા પણ વધારે સમય બાકી છે પરંતુ શાહે અત્યારથી જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકી દીધું છે.
અમિત શાહ હાલ બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે જ્યાં તેમણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધારે બેઠકો જીતવાનો દાવો કર્યો છે.શાહે સંગઠન શક્તિને મજબુત કરવા પર ભાર આપતા આદિવાસી કાર્યકર્તાના ઘરે એક ટાઈમ ભોજન પણ લીધું હતું.સાથે જ તેમણે પશ્ચિમ બંગાળમાંથી મમતા સરકારને ઉખાડી ફેંકવાની અપીલ પણ કરી હતી.અમિત શાહ બે દિવસથી બંગાળમાં એક એક રણનીતિના આધારે આગળ વધી રહ્યાં છે.જે આગામી સમયમાં મમતા માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ શકે છે.
માં કાલીના દર્શન અને હિંદુ મતદાતાઓને સંદેશ
આજે બીજા દિવસની શરૂઆત તેમણે અમિત શાહે દક્ષિણેશ્વર કાલી મંદિરથી કરી હતી.તેમણે અહીં મા કાલીના દર્શન કર્યા હતાં.અહીં સ્વામી વિવેકાનંદના ગુરૂ પરમહંસે આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું હતું.પરમહંસ હિંદુ નવજાગરણના પ્રમુખ સૂત્રધારોમાંના એક માનવામાં આવે છે. 2015માં પીએમ મોદીએ પણ દર્શન કર્યા હતાં.અમિત શાહે આ પ્રસંગે ચૈતન્ય મહાપ્રભુય,રામકૃષ્ણ પરમહંસ,સ્વામી વિવેકાનંદ અને અરબિંદોનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે મમતા સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,બંગાળ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે પ અન આજે તૃષ્ટિકરણ ચરમસીમાએ છે.સ્વાભાવિક છે કે શાહ આ પગલાથી હિંદુ મતદાતાઓને સ્પષ્ટ સંદેશ આપી રહ્યાં છે.
મતુઆ સમુદાયના ઘરે ભોજન લઈને મતદાતાઓને એકજુથ કરવાનો પ્રયાસ
શાહે દ્દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજા-આરાધના બાદ મતુઆ સમુદાયના મંદિરમાં જશે અને તેમની સાથે પણ ભોજન લેશે.મતુઆ પશ્ચિમ બંગાળમાં એસસી વસ્તી ધરાવતો બીજો સૌથી મોટો સમુદાય છે. બંગાલમાં મતુઆ સમુદાયના લગભગ 72 લાખ લોકો છે અને આઠથી 10 વિધાનસભા બેઠકો પર તેમનો પ્રભાવ છે. બંગાળની પોણા બે કરોદની એસસી વસ્તીમાં 33 લાખ નમોશૂદ્ર છે જેનો એક મોટો ભાગ મતૂઆ છે.1950થી મતુઆ ધાર્મિક ઉત્પીડન બાદ બંગાળ આવ્યા હતાં.શાહે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે,હિંદુઓની ઉચ્ચ-નિચની રાજનીતિ ખતમ થાય અને એકજુથ થઈને મમતા સરકાર વિરૂદ્ધ મતદાન કરે.
બંગાળીઓના દિલમાં ઉતરવાનો પ્રયાસ
અમિત શાહ દુર્ગા પૂજા સમયે જ બંગાળના પ્રવાસની તૈયારીમાં હતાં પરંતુ સ્વાસ્થ્યના કારણે તેમને પોતાનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો.શાહના બદલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સિલીગુડીના પ્રવાસે ગયા હતાં.ચૂંટણી પહેલા ભાજપના પ્રયાસ બંગાળીઓની ભાવનાઓને જોડવાનો છે. ભાજપ નથી ઈચ્છતી કે તેના પર હિંદી ભાષી પાર્ટી કે બહારની પાર્ટી હોવાનો આરોપ લાગે.માટે જ અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન આદિવાસી,દલિત અને બીજા નાના સમુદાયોને પોતાની સાથે જોડી રહ્યાં છે.
બંગાળમાં મમતા સરકાર પર તૃષ્ઠિકરણના આરોપ લાગતા રહે છે અને છેલ્લા કેટલાક સમયથી રાજનૈતિક હિંસાએ રાજ્ય સરકારની ભારે ફજેતી કરાવી છે.જેથી ભાજપ માને છે કે આ સ્થિતિ અગાઉ બંગાળમાં ક્યારેય નહોતી.માટે શાહનો બે દિવસનો પ્રયાસ અનેક રીતે મહત્વનો માનવામાં આવે છે.
બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ સાથે આદિવાસી કલ્યાણ પર ભાર
પોતાના પ્રવાસના પહેલા જ દિવસે શાહે આદિવાસી કલ્યાણ પર ભાર આપ્યો હતો. અમિત શાહે આ પ્રવાસમાં દલિતોને પોતાની પડખે લાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રવાસની શરૂઆત બાંકુરામાં અમિત શાહે બિરસા મુ6ડાને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને કરી હતી.ત્યાર બાદ બપોરનું ભોજન બાંકુરાના એક ગામ ચતુર ડીંગમાં કર્યું હતું. શાહના ભોજન માટે માટીના વાસણો અને ચુલા પર રાંધવામાં આવ્યું હતું. બંગાળી પકવાન તૈયાર કરવામાં આવ્યા હતાં.અમિત શાહના સ્વાગતમાં ત્યાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતાં.શાહે લંડ ડિપ્લોમેસી દ્વારા બંગાળના વંચિત સમાજને સાથે રાખીને ચાલવાનો સંદેશ આપ્યો હતો.ચાણક્ય અમિત શાહની આ ચાલ મમતા બેનરજી માટે મુશ્કેલીરૂપ સાબિત થશે.


