ભાજપના રાજ્યસભાના સાંસદ આખાબોલા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટીના આઇટી સેલ પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે ‘જો તેમના સમર્થકો ભડકે તો તે તેના માટે જવાબદાર રહેશે નહીં.’ ભાજપના સાંસદો સોશિયલ મીડિયા અને મોટાભાગના મુદ્દાઓ પર ખૂબ સક્રિય રહેવા હોય છે.તેઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમના વિચારો રાખે છે.સ્વામી વિરોધ પક્ષો અને તેના પોતાના પક્ષ ભાજપની સરકારની પણ ટીકા કરવાનું ચૂકતા નથી.જોકે,આ વખતે તેઓ ભાજપના આઈટી સેલથી નારાજ થયા છે.સ્વામીએ ભાજપના આઇટી સેલ સાથે સંકળાયેલા કેટલાક લોકો પર તેમના પર ‘વ્યક્તિગત હુમલો’ કરવાનો આરોપ લગાવ્યો છે.
પોતાના એક ટ્વીટમાં સ્વામીએ લખ્યું છે કે, ‘ભાજપનો આઇટી સેલ બદમાશ થઈ ગયો છે.તેના કેટલાક સભ્યો નકલી આઈડી પર ટ્વિટ કરીને મારા પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે.જો મારા નારાજ સમર્થકો ગુસ્સે થઈ ગયા અને પ્રતિક્રિયામાં વ્યક્તિગત હુમલાઓ શરૂ કરી દીધા તો હું તેના માટે જવાબદાર નહીં હોઉ.જે રીતે ભાજપને તેના દુષ્ટ આઇટી સેલ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. ‘
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણિ્યમ સ્વામીએ પોતાના જ પક્ષના IT સેલ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.સોમવારે તેમણે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભાજપનું IT સેલ ફેક એકાઉન્ટ બનાવીને મારા પર હુમલ કરી રહ્યું છે.જો મારા સમર્થક આવું કામ કરવાનું શરૂ કરી દેશે તો એના માટે હું જવાબદાર નહીં રહું.
ટ્વિટ કરીને તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે,ભાજપનું IT સેલ બેકાર થઈ ગયું છે.કેટલાક સભ્યો ફેક આઈડી બનાવીને મારી પર હુમલો કરી રહ્યા છે.જો મારા પ્રશંસકો આવું કામ કરવા પર ઊતરી આવ્યા તો હું જવાબદાર નહીં રહું.જે રીતે મારી પર હુમલો કરવા માટે ભાજપને જવાબદાર ન ગણાવી શકાય એ રીતે. રાજ્યસભા સાંસદે આ દરમિયાન ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવીયા પર નિશાન તાક્યું. તેમણે લખ્યું કે, હું આવું ઈગ્નોર કરી રહ્યો છું.પણ ભાજપે આવા લોકોને તરત કાઢી મૂકવા જોઈએ. સ્વામીએ ઉમેર્યું કે,એક માલવીય કેરેક્ટર જ આ સમગ્ર ગંદકીને ચલાવી રહ્યો છે.આપણે મર્યાદા પુરૂષોત્તમ રામની પાર્ટીમાંથી છીએ.રાવણ કે દુશાસન નથી.ઉલ્લેખનીય છે કે,સુબ્રમણિ્યમ સ્વામી એક એવા સાંસદ છે જે પક્ષમાં રહીને આ પ્રકારના નિવેદન આપી દે છે.જેના કારણે ક્યારેક પક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ જાય છે.આ વખતે તેમણે અમિત માલવીયા સામે એક મોરચો ખોલી નાંખ્યો છે.
ટ્વિટર પર અનેક સમર્થકોને જવાબ આપતા સ્વામીએ એ વાત કહી કે,જે.પી. નડ્ડાએ તરત જ અમિત માલવીયાને IT સેલના પ્રમુખ પદેથી હટાવી દેવા જોઈએ. અનેક વખત વિપક્ષે પણ અમિત માલવીયા પર ખોટા અને ઉશ્કેરણીજનક અભિયાન ચલાવવા બદલ આક્ષેપ કર્યા છે.જેના કારણે ભાજપ પક્ષ પણ ઘેરાયો છે.પણ આ વખતે પક્ષના અંદરના જ વ્યક્તિએ મોરચો માંડી દીધો છે.જોકે,આ સમગ્ર વિવાદ પર હજું સુધી ભાજપ તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.આ અંગે ભાજપ IT સેલના અમિત માલવીયાએ પણ કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી.સ્વામીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે,ટ્વિટર પર મારી વિરૂદ્ધમાં એક વ્યક્તિગત રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે.સ્વામીએ JEE અને NEETની પરીક્ષા ન યોજવા માટે પણ મોદી સરકાર સામે માગ કરી હતી.


