By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપના તા.પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બુટલેગરનો દારૂનો વિડીયો વાઈરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભાજપના તા.પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બુટલેગરનો દારૂનો વિડીયો વાઈરલ
GeneralSouth Gujarat

ભાજપના તા.પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બુટલેગરનો દારૂનો વિડીયો વાઈરલ

HM News
Last updated: 05/07/2021 8:11 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારૂબંધી અંગે છાશવારે અવનવા દાવાઓ કરતી રહે છે.જો કે આજે વાયરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડો પણ ઉઘાડા પાડી દીધા છે.આ વીડિયો અંગે ભાજપ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયત બાબતે બેઠક 2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે.

આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ દારૂ વેચતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતના સભ્ય છે.સૌથી ચોંકાવનારી બાબત છે કે, તે લિસ્ટેડ બુટલેગર છે.ભાજપમાં મંત્રી રહેલા ઇશ્વર પરમારના ગામની તાલુકા પંચાયતના સભ્ય છે.આ મુદ્દે ઇશ્વર પરમારને પુછવામાં આવતા તેમણે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે, આ અમારા સંગઠનનો વિષય છે.રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકાર મંત્રી ઈશ્વર પરમાર બારડોલી તાલુકાના બાબેનના રહેવાસી છે.મંત્રીના ગામના તાલુકા પંચાયતના મહિલા સભ્ય બેખોફ રીતે દારૂનો ધંધો કરતા હોય તો ગુજરાતમાં દારૂબંધીની સ્થિતિ કેવી છે તેનું કોઈ સ્પષ્ટીકરણની કરવાની જરૂર રહેતી નથી.

ભાજપે લિસ્ટેડ બુટલેગરને ટિકિટ આપી હતી

દારૂબંધીની વાતો ગુજરાતમાં પોકળ પૂરવાર થઈ રહી છે.તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ જ્યારે દારૂ અને જુગાર રમતા ઝડપાયા હોય ત્યારે તે પાર્ટી માટે શરમજનક બાબત ગણી શકાય.બારડોલીના બાબેન-2 તાલુકા પંચાયતના સભ્ય અને મહિલા બુટલેગર એવા શકુંતલા રાઠોડે ભાજપના નિશાન પરથી તાલુકા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.ભાજપે આવી લિસ્ટેડ બુટલેગરને ઉમેદવાર તરીકે પસંદગી કરી તે ભાજપની માનસિકતા છતી કરી રહી છે.

મંત્રી ઈશ્વર પરમારે કહ્યું લિસ્ટેડ બુટલેગર છે કે નહીં મને ખબર નથી

આ અંગે વાત કરતા રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકાર મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે હજી સુધી મેં વિડીયો જોયો નથી.શકુંતલા રાઠોડ દારૂ વેચે છે કે નહીં તે અંગે મને કોઈ માહિતી નથી.અમે જ્યારે તેમને કહ્યું કે શકુંતલા રાઠોડનું બારડોલી પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર તરીકે નામ છે.તેના જવાબમાં ઈશ્વર પટેલે કહ્યું કે તેવી કોઈ બાબતની મને ખબર નથી.ત્યારે અમે પૂછ્યું કે તો મહિલા બુટલેગરને ટિકિટ કેવી રીતે આપવામાં આવે છે તો તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે આ બધો અમારા સંગઠનનો વિષય છે.

આ મામલે અમારું સંગઠન નિર્ણય લેશે : તા.પંચાયતના પ્રમુખ

સુરત તાલુકા પંચાયતના પ્રમુખ જીતુ વાંસિયાએ જણાવ્યું કે શકુંતલા રાઠોડનો વિડીયો વાયરલ થયો છે એ કદાચ ખોટું પણ હોય શકે એ સત્ય છે કે કેમ તે અંગે હજી તપાસ કરવી પડશે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો આ વિડીયો સાચો હોય અને તમારી તાલુકા પંચાયતના મહિલા સભ્ય દારૂ વેચતા હોય તો તે વિશે તમારે શું કહેવું છે? તેમણે જવાબ આપ્યો કે આ રીતે દારૂ વેચવો એ યોગ્ય બાબત નથી.અમે એમને પૂછ્યું કે એમની સામે કયા પ્રકારના પગલા લેવાશે? તો એમણે ફરીથી એ જ જવાબ આપવાનું શરૂ કર્યું કે વિડીયો સાચો છે કે ખોટો તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી અને જે પણ હશે તે અંગે અમારું સંગઠન નિર્ણય લેશે.

સુરત : દિલ્હી-ચાંદની ચોકના વેપારીએ રૂ. 11.69 લાખના ચણીયા-ચોલી ખરીદી હાથ ઉંચા કર્યા
મુંબઈની 4 હજાર હેલ્થવર્કર્સની 1લી જુનથી બેમુદ્દતી હડતાળ
કોરોના મહામારીને લઈને આજે રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન મોદી ફરીથી દેશને સંબોધશે
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, જાણો નેતાઓએ શું કહ્યું!
મોહન ડેલકર આત્મહત્યામાં એડમિનિસ્ટ્રેટર, કલેક્ટર સહિત 9 સામેનો કેસ રદ
Share This Article
Facebook Email Print
Previous Article લો ડાગળી ચસ્કી : રાજ્ય સરકારના કલાસ 1 અધિકારીએ પત્ર લખીને કહ્યું, ‘હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ’, કોરોના મારું જ સુદર્શન ચક્ર’
Next Article ટુકડે ટુકડે ગેંગ – સુયુડો સેકયુલરો માટે ખાસ જોબ ઓફર !! ન્યુયોર્ક ટાઈમ્સને ભારતમાં એવો પત્રકાર જોઈએ છે જે મોદી-હિન્દુઓ વિરોધી હોય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up