– તા. 22. જાન્યુઆરી 2022 શનિવાર : ભાજપના દિવંગત નેતા તેમજ ગોવાના પૂર્વ સીએમ તથા પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરિકરને ભાજપે ગોવાની ચૂંટણીમાં ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો છે.
એ પછી ઉત્પલ પરિકરે પાર્ટી સામે બળવો કરીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.આજે તેમણે કહ્યુ હતુ કે,ભાજપ છોડવાનો નિર્ણય મારા માટે કપરો હતો.જો કોઈ સારા વ્યક્તિને પણજી બેઠક પરથી ભાજપ ટિકિટ આપશે તો હું અપક્ષ ચૂંટમી પણ નહીં લડુ.
પણજી બેઠક પરંપરાગત તરીકે મનોહર પરિકરની બેઠક રહી છે.લગભગ બે દાયકા સુધી મનોહર પરિકરે આ બેઠકનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.જેના પર ઉત્પલ પરિકરે ટિકિટ માંગી હતી .
જોકે ભાજપે આ બેઠક માટે ટિકિટ આપવાની ના પાડી દીધા બાદ ઉત્પલ પરિકરે પાર્ટી છોડી દીધી છે.ભાજપે આ બેઠક માટે હાલના ધારાસખભ્ય એન્ટેનાસિયો મોનસેરાટેને મેદાનમાં ઉતર્યા છે.મોનસેરાટે સહિતના દસ ધારાસભ્યોએ જુલાઈ 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.તેમના પર જે કેસ ચાલે છે તેમાં સગીરા પર રેપનો કેસ પણ છે.


