પશ્ચિંમ બંગાળમાં ચૂંટણીનું વર્ષ આવે તે પહેલાં રાજનીતિક પાર્ટીઓના ચૂંટણી જંગે જોર પકડી લીધું છે.બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે ફરી એકવાર મમતા સરકાર પર આક્રમક અંદાજમાં પ્રહારો કર્યો હતો.દિલીપ ઘોષે કહ્યું જય શ્રી રામ બોલવામાં મમતા દીદીને ભારે મુશ્કેલી પડે છે.દિલીપ ઘોષ સિનિયર નેતા છે, પણ ચૂંટણી પ્રચારમા તેઓ ભાન ભૂલ્યા હતા અને મમતા બેનરજી માટે અપશબ્દો બોલી ગયા હતા.ઘોષના શબ્દોને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમી આવી ગઇ છે.બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા પછી બીજેપીને હવે પશ્ચિંમ બંગાળનો ગઢ જીતવાની તાલાવેલી છે.ગૃહ મંત્રી અમિત શાહ પણ પશ્ચિમ બંગાળ જઇ આપ્યા હતા અને મોદીએ પણ બિહારની જીત પછી પોતોના પ્રવચનમા પશ્ચિમ બગાળની વાત કરી હતી.પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનરજી માટે એકદમ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું કે મમતા રામની ધરતી પર એક હ,,,,,,,,મી રીતે કેમ વ્યવહાર કરી રહી છે.? દિલીપ ઘોષે જે શબ્દ પ્રયોગ કર્યો તે અમે વાચકોની શાલિનતાને ધ્યાનમાં રાખીને લખી શકીએ તેમ નથી.
દિલીપ ઘોષે કહ્યું કે તેમના લોહીમાં એવું તે શું છે કે જય શ્રી રામ બોલી શકતા નથી.રામના દેશમા જ આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે.પશ્ચિંમ બંગાળમાં એક જનસભાને સંબોધતા ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે મમતા બેનરજી કહી રહી છે કે બદલા નહીં,બદલાવ લાવો.પરંતુ હું કહું છું કે જયારે અમે સત્તા પર આવીશુ તો અમારા કાર્યકતાની મોતનો બદલો લઇશુ.
દિલીપ ઘોષ લગાતાર આવા નિવેદનો કરી રહ્યા છે જેને કારણે વિવાદો ઉભા થતા રહે છે.અગાઉ પણ તેમણે કહ્યું હતું કે મમતા રાજમાં બંગાળમાં આતંકવાદી ગ્રુપ એકિટવ છે જે પશ્ચિમ બંગાળને વેસ્ટ બાંગ્લાદેશ બનાવવા માંગે છે.
જય શ્રી રામના નારા પર બબાલ મચી હોય એવું બંગાળમાં પહેલીવાર બન્યું નથી.2019માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ આ નારાને ઉછાળ્યો હતો.ત્યારે પણ મમતા નારાજ હતી.મમતાએ આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ આ નારાને રાજનીતિક રૂપ આપી દીધું છે.
પશ્ચિંમ બંગાળમાં મે-21માં વિધાનસભા ચૂંટણી થવાની છે.એવામાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ આક્રમક વલણ અપનાવ્યુ છે.બંગાળમાં બીજેપીએ 200 સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.