ભાજપના સાવલીના ધારાસભ્યે યુવા સંમેલનમાં જાહેરમાં કાયદાની ઐસી તૈસી કરી ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ આપી હતી કે સાવલીના બાઈક ચાલકો વડોદરા જ નહીં ગુજરાત ભરમાં ક્યાંય પણ જાય અને પોલીસ પકડે ત્યારે લાયસન્સ કે કાગળો ન હોય તો ખાલી એમ કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારના ગામનો છું, ફક્ત મારું નામ આપી દેજો.પોલીસ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.
પોલીસે પણ આ ચેલેન્જ સ્વિકારી લીધી હોય તેમ સાવલીમાં તૂટી પડતાં ભાજપના નેતાનો અહંકાર ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.પોલીસે સાગમટે સાવલીમાંથી 50 બાઇક ડિટેઈન કરી હતી.આખરે ધારાસભ્યે પોલીસ સ્ટેશને જવું પડ્યું હતું અને બાઈક છોડાવી હતી પણ પોલીસે મેમો ફાડ્યા હોવાથી હવે બાઈક ચાલકોએ દંડ તો ભરવો પડશે.આમ ભાજપના ધારાસભ્યે ડંફાશ તો મારી પણ પોલીસે કાયદાનું ભાન કરાવી દીધું હતું.શું આ કેતન ઈનામદાર ના ચુનાવી હુંકાર કોને ઠેસ પહોંચાડશે? શું નેતાઓ ને નથી રહ્યો કાયદા નો ડર આ પ્રકારના વાણી વિલાસથી લોકો ગેરમાર્ગે દોરાય તે માટે જવાબદાર કોણ? ટ્રાફિક પોલીસ અનેક વખત ટ્રાફિક નિયમ અને લાઇસન્સ ના કેમ્પો યોજતી આવી છે.લોકોની જાગૃતિ માટે કેમ્પો યોજાય છે તો નેતાઓ તેનાપર પાણી ફેરવી રહ્યા છે.સાવલીના ધારસભ્ય ટોળું લઈ ને સાવલી પોલીસ મથકે દોડ્યા હતા.ધારાસભ્ય શું ચૂંટણી જીતવા માટેનું આ ગતકડું છે કે શું તે એક સવાલ છે.શું પોલીસ વિભાગ કે ભાજપ આ પ્રકારના વાણી વિલાસ સામે પગલાં ભરશે ખરું?