– રાહુલ ગાંધીને માનસિક દિવ્યાંગ કમા સાથે સરખાવ્યો
– કહ્યું-રાહુલ ગાંધી કાયદેસર સદ્દામ હુસૈન જેવો લાગે છે
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ ઉમેદવારો તાબડતોડ પ્રચાર કરી રહ્યાં છે.ચૂંટણી પ્રચારમાં આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે.જેમાં કેટલાક લોકો ભાષાની મર્યાદા ઓળંગી કેટલાક ન બોલવા જેવા શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.એવામાં દ્વારકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકનું એક વિવાદિત નિવેદન કર્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપ દ્વારા દ્વારકા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં જનસભાને સંબોધન દરમિયાન પબુભા માણેક વિવેકભાન ભૂલ્યા હતા.પોતાના સંબોધનમાં પબુભાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વધી ગયેલી દાઢીને લઈને તેમની સરખામણી ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈન સાથે કરી હતી.આટલેથી ના અટકતા ભાજપ ઉમેદવારે રાહુલ ગાંધીની સરખામણી માનસિક દિવ્યાંગ કમા સાથે કરી હતી.જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વધુમાં, પબુભાએ સ્ટેજ ઉપર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની મિમિક્રી પણ કરી હતી.જેમાં મનમોહન સિંહની જેમ ધીમી ભાષામાં સંબોધન કરીને તેમની મજાક ઉડાવી હતી.જેનો વિડીયો વાયરલ થતા હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કન્યાકુમારીથી કાશ્મીર સુધી કોંગ્રેસ દ્વારા નીકાળવામાં આવી રહેલી ભારત જોડો યાત્રા
દરમિયાન રાહુલ ગાંધી વધેલી દાઢી સાથે જોવા મળી
રહ્યાં છે.
રાહુલ ગાંધીના આ લુકને લઈને ભાજપના સ્ટાર પ્રચારકોમાં સામેલ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગઇકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો.
તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી આ દિવસોમાં ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન જેવા દેખાય છે.