ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તે પૂર્વે ભાજપ કાર્યાલયના લગભગ લોકો સંક્રમિત થયા છે.આ કોરોનાના સંક્રમણ બાદ ભાજપના સંગઠન વાહકોને રહી રહીને જ્ઞાન લાદતા કમલબમમાં સ્ટાફ સિવાય કોઈ પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં તેના ભાગરૂપે કમલમના મુખ્ય દરવાજા પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.અને આગામી ત્રણ સાહ સુધીના તમામ કાર્યક્રમો બધં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ખાનગી રાહે જાણવા મળી રહ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દર સોમવાર અને મંગળવાર એમ બે દિવસ મંત્રીઓને કાર્યકરોના પ્રશ્નો અને રજૂઆત સાંભળવા કમલમમાં આવી રહ્યા હતા. આ સંગઠનાત્મક સુવિધાને લીધે કમલમમાં કાર્યકરોનીર ભીડ ઉમટી રહી હતી.આ સ્થિતિના કારણે કોરોના કમલમ પહોંચ્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવતી રૂપાણી સરકાર પોતાની જી પાર્ટીના કાર્યક્રમોને લઈને શાન-ભાન ભૂલ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.આ સિવાય સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન વધેલા સંક્રમણ માટે જવાબદાર ગણવામાં આવી રહ્યું છે રાયમાં સભા સરઘસ પર પ્રતિબંધનું મુખ્યકારણ કોરોનાનું સંક્રમણ અટકાવવાનો છે.પરંતુ જેનું પાલન નહીં કરતા ભાજપના આગેવાનો કોરોનામાં અને પ્રજાના દિલમાં ભૈરવાય ગયા છે.
આખરે ગઈકાલથી કમલમ પર રજૂઆત કરવા આવતા લોકો માટે કમલમના દરવાજા બધં કરવાનો નિર્ણય લેવો પડયો છે.માત્ર કમલમમાં કામ કરતા કર્મચારી સિવાય કોઈને પ્રવેશ આપવામા આવશે નહીં


