અમદાવાદ : રાજકોટમાં PGVCL જૂનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં 20 વિદ્યાર્થીઓના પેપર સીલ તૂટ્યા હોવાના મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે ફરી એકવાર PGVCL જૂનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર સીલ તૂટેલી મળી આવી હતી.ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી આ પેપર લીક થવાના કિસ્સાઓ હજુ પણ ચાલુ છે.સી.આર.પાટીલ એક પણ સરકારી પરીક્ષા યોગ્ય રીતે લઈ શકતા નથી.માત્ર પેપરના સીલ જ તૂટતા નથી પરંતુ ઉમેદવારોના ભવિષ્ય અને સપના પણ તૂટી રહ્યા છે.2-4 પેપર લીકનો સિલસિલો શરૂ થયો હતો,આજે 10-12 પેપર લીક થયા છે પરંતુ એકપણ ભ્રષ્ટ રાજકારણી અને અધિકારી સામે કડક પગલાં લેવાતા નથી.એકવાર પેપર લીક થઈ જાય તો તેને ભૂલ ગણી શકાય પણ જ્યારે તે વારંવાર થાય ત્યારે તે ગુનો બની જાય છે.
ભાજપ સરકારને મારી અપીલ છે કે જો તમને સરકાર ચલાવતા નથી આવડતી તો માત્ર 3 મહિના પહેલા પંજાબમાં બનેલી ભગવંત માનની સરકારથી કંઈક શીખો.જ્યાં આરોગ્ય મંત્રીએ એક ટકા કમિશનની માંગ કરી હતી.તેની ન તો વિપક્ષ પાસે તેની કોઈ માહિતી હતી કે ન તો મીડિયા પાસે કોઈ માહિતી હતી.તેમ છતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એ વિચારીને નિર્ણય લીધો કે ભગવાન જોઈ રહ્યા છે અને લોકોએ પણ મારા પર વિશ્વાસ કર્યો છે.આજ વિચારીને ભગવંત માન એ આરોગ્ય મંત્રીને સસ્પેન્ડ કરીને જેલમાં મોકલી દેવાયા.હું ભાજપ સરકારને કહેવા માંગુ છું કે તમે ગુજરાતની જનતાનો વિશ્વાસ તોડ્યો છે.તો તમારે લોકોની માફી માંગવી જોઈએ અને સ્વીકારવું જોઈએ કે તેઓ યોગ્ય રીતે પેપર લઈ શકતા નથી.આમ આદમી પાર્ટી વતી હું સરકાર પાસે માંગ કરું છું કે સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક કમિટી બનાવીને આ તમામ પેપર લીકની તપાસ કરાવી જોઈએ.