ભરૂચના સાંસદ મનુસુખ વસાવાએ ગુજરાત સરકાર પર ગંભીર આરોપ મૂક્યો છે કે,તાળાબંધીમાં અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.ભરૂચ જિલ્લામાં મોટાભાગના કામોમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.આદિવાસીઓને યોજનાઓનો લાભ મળવાના બદલે અધિકારીઓ તથા રાજકારણીઓ તથા વચેટીયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.આવો ભ્રષ્ટાચાર થતો હોવાની અગાઉ પણ મનસુખ વસાવાએ રૂપાણીએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને સરકારી અધિકારીઓ કોરોનામાં ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો સણસણતો આરોપ મૂકતાં ભાજપ મુખ્ય પ્રધાન બદલવાની વાતને ફરી એક વખત જોરથી ધક્કો લાગ્યો છે.
ઉચ્ચ તપાસ કરો એવી માંગણી કરી
મનસુખ માંડવીયાના મુદ્દા બાદ મુસુખ વસાવાએ રૂપાણી સરકાર ભીંસમાં આવી છે.તાળાબંધીમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળ્યું છે. તેથી તેની ઉચ્ચ તપાસ કરો એવી માંગણી કરી છે.ભાજપમાં આ પત્ર બોંબનું કામ કરી રહ્યો છે.તમણે મૂકેલા આક્ષેપો અંગે તપાસ થાય તો ઘણી વિગતો બહાર આવી શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે,થોડા મહિના અગાઉ પણ વસાવાએ રૂપાણી સરકાર સામે રણશીંગું ફૂંક્યું હતું.
ગુજરાત સરકાર સાંભળતી ન હતી તેથી મોદીને ફરિયાદ કરી
ગુજરાત ભાજપના આદિવાસી સાંસદોએ રૂપાણી સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ અગાઉ ફરિયાદ કરી હતી. ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા,બારડોલી સાંસદ પ્રભુ વસાવા,છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા અને દાહોદના જસવંત ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો.ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી,ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી હતી.
સાંસદોએ રૂપાણીની સરકાર સામે ફરિયાદ કરી હતી
આ નેતાઓ અને 12 ધારાસભ્યોએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆતો કરી છતાં તેઓ સાંભળતા ન હોવાથી સાંસદોએ રૂપાણીની સરકાર સામે ફરિયાદ કરી હતી.રૂપાણીને આ બાબતે કહેવાની ખાતરી વડાપ્રધાને આપી હતી.ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી આંદોલનને સમર્થન આપ્યા બાદ નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.તેથી સરકાર આફતમાં આવી પડી હતી અને સમાધાન કરવું પડ્યું હતું.