મુંબઈ : ભાજપના સાતારા ખાતેના વિધાનસભ્ય જયકુમાર ગોરેની આગોતરા જામીન અરજી નામંજૂર કરીને હાઈકોર્ટે ઝટકો આપ્યો છે.આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે હાઈ કોર્ટે બે સપ્તાહ સુધી સ્થગિતી આપી છે.બે સપ્તાહ દરમ્યાન ગોરે સામે ધરપકડની કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ અપાયો છે.ગોરે વિરુદ્ધ જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરવાનો આરોપ છે.એક મૃત વ્યક્તિના નામે બનાવટી દસ્તાવેજ તૈયાર કરીને ઠગાઈ કરવા પ્રકરણે ગોરે પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગોરેની આગોતરા જામીન અરજી અગાઉ વડૂજ જિલ્લા સેશન્સ કોર્ટે ફગાવી દેતાં તેમણે હાઈ કોર્ટમાં ધા નાખી હતી.ન્યા.રેવતી મોહિતે ઢેરે અને ન્યા.બિશ્તની બેન્ચે ગોરેની અરજી ફગાવી હતી.આ પ્રકરણે ગોરે સહિત છ જણ સામે પોલીસ સ્ટેશનમા ંગુનો નોંધાયો હતો.આરોપીઓમાં એક તલાઠીનો સમાવેશ છે જે ફરાર છે.આ બાબતે ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.આરોપી સંજય કાટકરને અદાલતી કસ્ટડી અપાઈ છે.