રાજ્યમાં વિધાનસભાની પેટચૂંટણીની તડામાર તૈયારીઓ કોંગ્રેસ અને ભાજપ દ્વારા શરુ કરી દેવામાં આવી છે.બંને પક્ષે તમામ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. તેવામાં આજે ભાજપ દ્વારા 30 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરવામાં આવ્યા છે
.
જો કે આ 30 સ્ટાર પ્રચારકોના નામની યાદીમાં સૌથી પહેલું નામ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નથી.આ યાદીમાં પહેલું નામ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનું નોંધવામાં આવ્યું છે.આ રીતે યાદીમાં મુખ્યમંત્રીના નામનો ક્રમ પાછળ હોય તે રાજકીય સંકેત છે કે શું તે ચર્ચાઓએ જોર પકડ્યું છે.


