વડોદરા : વડોદરાના વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘણી ટર્મથી ચૂંટાઇને આવે છે.એટલુ જ નહિ અવાર નવાર તેમના તેજ તર્રાર નિવેદનોને કારણે મીડિયામાં છવાયેલા રહે છે.ગતરોજ ડભોઇ ખાતે આયોજિત વિજ ઉત્સમાં તેઓએ હાજરી આપી હતી.કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જે વિજ કર્મીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવે છે.તેમની સરાહના કરીશ.પણ જાડી ચામડીના આધિકારીઓને હું ચૌદમું રતન બતાવીશ.ધારાસભ્યના નિવેદનના કારણે હાલ તેઓ ચર્ચામાં છે.તો બીજી તરફ કટકીબાજ અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જે અધિકારીઓ કામ નથી કરતા,જાડી ચામડીના અધિકારીઓને છે તેમને હું જિંદગી ભર નહિ છોડું.ચોક્કસ છે.જે કામ કરનારાઓ હોય,વિજળીનું કામ જીવના જોખમે કરે છે.વરસાદ પડતો હોય અને વિજ કંપનીના અધિકારીઓથી લઇ હેલ્પરો અડધી રાત્રે કામ કરતા હોય તેટલે તેમને ધન્યવાદ આપવાનો છે.જાડી ચામડીના અધિકારીઓ,ટકાવારી ખાતા હોય તેમની સામે ચૌદમું રતન વાપરવાનું જ,તેમાં કોઇ સવાલ નથી આવતો.
મારા વાઘોડિયા મતવિસ્તારમાં પહેલા તાલુકામાં નર્મદાનું પાણી ખેતરોમાં મળતું હતું.ઘરે ઘરે નળ કનેક્શન કરી આપ્યા છે.તેવી જ રીતે 72 ગામની યોજના વડોદરા તાલુકામાં ચાલુ કરાવી છે.મેં આ પુણ્યનું કામ કર્યું છે.સાવલીમાં મેં કહ્યું કે, ફેટ માટે વધારાના પૈસા કાપી લેવા માટે પશુપાલકોને આપવા અંગે એજીએમમાં ઠરાવ કરવાના હતા.સાવલીમાં મિટીંગ કરી અને કીધું કે, પૈસા કાપવાના નથી.ફેટના ભાવ વધારો નહિ આપે તો ડેરીમાં હલ્લો બોલાવીને ચૌદમું રતન વાપરીશ.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બરોડા ડેરીમાં પશુપાલકોના હિત મામલે પણ તીખી પ્રતિક્રિયાઓ આપતા રહે છે.બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે હવે ફરી એક વખત ભાજપનું મોડવી મંડળ મધુ શ્રીવાસ્તનવે ટીકીટ આપે છે કે નહિ તેના પર સૌ કોઇની નજર રહેલી છે.તમામ વચ્ચે મધુ શ્રીવાસ્તવની તેમના મત વિસ્તારમાં લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો નહિ થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
અત્રે નોધનનીય છે કે મધુ શ્રીવાસ્તવ જોશમાં ઘણીવાર હોંશ ખોઈ બસે છે.અગાઉ અનેકવાર વિવાદો સર્જી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને લઇ ભાજપની છબી ઘણીવાર ધૂમિલ થઇ ચુકી છે પણ મધુ શ્રીવાસ્તવ હજી પણ છાસને વારે વિવાદાસ્પદ નિવેદનો આપવાનું ચુકતા નથી.અગાઉ પોલીસ અને કલેક્ટરને પણ પોતાના ખિસ્સામાં રાખું છે અને ચાહું તે કરી શકું એવા બચપણાભર્યા નિવેદન કરી ચુક્યા છે જેને કારણે ભાજપ પ્રદેશ કક્ષાએ પણ મધુ શ્રીવાસ્તવના વાણી વર્તનને લઇ ખાસ્સી આંતરિક ચર્ચાઓ ચાલી છે.અગાઉ ભાજપના સ્થાનિક કાર્યકરો પણ મધુ શ્રીવાસ્તવના વાણીવિલાસનો ભોગ બની ચુક્યા છે અને પત્રકારને ધાક ધમકી આપવાના કિસ્સાએ પણ ભાજપના શુંલભ કાર્યકરોને શોભજનક સ્તિથીમાં મૂકી ચુક્યા છે.પણ સુધરે એ બીજા મધુ શ્રીવાસ્તવ નહીં એવી ચર્ચા ખુદ ભાજપના પ્રદેશ સ્તરે થઇ રહી છે.આગામી વિધાનસભા ઈલેક્શનમાં મધુ શ્રિવાસ્તાવની ટિકિટ કપાવાની ચર્ચા પણ પક્ષમાં જ ચર્ચાઈ રહી છે ત્યારે શું હવે મધુ શ્રીવાસ્તવ પુનઃ અપક્ષ લડી પોતાના પક્ષ વિરુદ્ધ મોર્ચો ખોલશે તેને લઇ પણ રાજકીય સમીકરણો મંડાઈ રહ્યા છે.
અગાઉ ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂકેલા રાજકીય એક્ટર મધુ શ્રીવાસ્તવ હાલના તબ્બકે ભાજપના રાજકીય મંચ પર પક્ષની ઇમેજને લઇ વિલન સાબિત થઇ રહ્યા હોવાનો ગણગણાટ પણ સામાન્ય નાગરિકો અને ભાજપમાં થઇ રહ્યો છે.લોકો પૂછી પણ રહ્યા છે કે વારંવાર અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની વાત કરતા મધુ શ્રી વાસ્તવ પાસે એવું કયું ચૌદમું રતન છે ? કે જે પળભરમાં ગુજરાતમાં ચાલતા અધિકારી રાજને કાબુમાં લાવી શકે ? ભાજપના આંતરિક ગણગણાટ મુજબ આજદિન સુધી મધુ શ્રીવાસ્તવ દ્વારા જાહેર કરાયેલું ચૌદમું રતન હાલમાં ભારે ભારે ચર્ચા જગાવી રહ્યું છે અને ખુદ ભાજપ સહીત રાજકીય ગલિયારામાં રમૂજ અને હાસ્યનો વિષય પણ બની ચુક્યો હોવાની વાત છે.