બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે.ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે.ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે.
ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવાઈ હતી
ભાજપ-જેડીયુએ ‘આત્મનિર્ભર બિહાર’ના મુદ્દે ઉગ્ર પ્રચાર કર્યો હતો.આ અભિયાનમાં જાણીતી ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવાઈ હતી.શાંતિપ્રિયાએ ભાજપનાં પોસ્ટર,હોડગ્સ,વીડિયો વગેરેમાં સાડી પહેરીને ભાજપ-જેડીયુને મત આપવાની અપીલ કરી હતી.ભાજપના ચૂંટણી ઢંઢેરોના કવર પેજ પર પણ શાંતિપ્રિયાની તસવીર છે.
હવે શાંતિપ્રિયા કહી રહી છે કે,હું એક કલાકાર છું અને કોઈની પણ સાથે કામ કરવા માટે સ્વતંત્ર છું, મને જ્યાં વધારે સન્માન મળશે ત્યાં હું કામ કરીશ. શાંતિપ્રિયાના આ નિવેદન પછી જોક ચાલી રહી છે કે,ભાજપ-જેડીયુના પ્રચારમાંથી પ્રેરણા લઈને શાંતિપ્રિયા પણ ‘આત્મનિર્ભર’ થઈ ગઈ. લોકો એવી મજા લઈ રહ્યા છે કે,શાંતિપ્રિયાના સન્માનની કિંમત શું છે એ તો પૂછો ?


