કોકીન કાંડમાં ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી કોલકાતા પોલીસે રાકેશ સિંહના ધરપકડ કરી છે.રાકેશ સિંહની ધરપકડ પહેલા કોલકાતા પોલીસે તેમના બે દીકરાઓની પણ ધરપકડ કરી છે.પોલીસે રાકેશ સિંહના ઘરે દરોડા કર્યા અને ત્રણ કલાકની તપાસ બાદ રાકેશ સિંહના બંને દીકરાની ધરપકડ કરી.
પોલીસ જ્યારે રાકેશ સિંહના ઘરે પહોંચી ત્યારે પોલીસની કાર્યવાહીમાં દખલ બદલ તેમના બંને દીકરાની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે કોકીન કાંડમાં ધરપકડ કરાયેલા પામેલા ગોસ્વામીએ રાકેશ સિંહ ઉપર તેને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
ગત 19 ફેબ્રુઆરીના રોજ ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીને કોકીન સાથે પકવામાં આવી હતી.પામેલાની ધરપકડ બાદ પામેલા ગોસ્વામીએ ભાજપના નેતા રાકેશ સિંહ પર આરોપ લગાવ્યા હતા.પામેલાએ આ સાથે જ આખી ઘટનાની તપાસ સાઇડી પાસે કરાવવાની માંગ કરી છે.સાથે જ પામેલાએ રાકેશ સિંહની ધરપકડની પણ માંગ કરી હતી.
મંગળવારે જ્યારે પોલીસની ટીમ રાકેશ સિંહના ઘરે પહોંચી તો પોલીસને ઘરમાં આવતા રોકવામાં આવી.રાકેશ સિંહના દીકરાએ પોલીસને પોતાના ઘરમાં ઘુસવાની ના પાડી અને તેમની પાસે દસ્તાવેજો માંગ્યા.પોલીસ અને તેમની વ્ચેચ ઘર્ષણ બાદ પોલીસે રાકેશ સિંહની સાથે તેમના બંને દીકરાની પણ ધરપકડ કરી છે.


