દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું છે કે ભાજપે અમારા નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ શરૂ કર્યો છે.મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું છે કે ભાજપની રમત શરૂ થઈ ગઈ છે.અમારા નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ફોન આવવા લાગ્યા છે.સિસોદિયાએ કહ્યું કે અમારા કોઈપણ કાઉન્સિલરને વેચવામાં આવશે નહીં.અમે તમામ કોર્પોરેટરોને કહ્યું છે કે જો તેઓને ફોન આવે અથવા મળવા આવે તો તેમની વાતચીતનું સંપૂર્ણ રેકોર્ડિંગ કરો.
આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીમાં સૌથી સારું પ્રદર્શન કર્યું
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયુ છે અને આ ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીએ બહુમત મેળવી મોટી જીત મેળવી છે.દિલ્હીમાં પણ હવે ડબલ એન્જિનની સરકાર થઇ ગઈ છે.આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીમાં સૌથી સારું પ્રદર્શન કર્યું છે.આમ આદમી પાર્ટીએ 134 સીટ પર કબ્જો કર્યો છે જયારે બીજેપીને 104 સીટ જયારે કોંગ્રેસને ફક્ત 9 સીટ જ મળી છે અને 3 સીટ પર અપક્ષની જીત થઇ છે.
बीजेपी का खेल शुरू हो गया। हमारे नवनिर्वाचित पार्षदों के पास फ़ोन आने शुरू हो गये।
हमारा कोई पार्षद बिकेगा नहीं। हमने सभी पार्षदों से कह दिया है कि इनका फ़ोन आये या ये मिलने आयें तो इनकी रिकॉर्डिंग कर लें।
— Manish Sisodia (@msisodia) December 7, 2022
ભાજપે 2017માં 181 સીટ જીતી હતી
પાંચ વર્ષ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીએ MCDની ચૂંટણીમાં 181 સીટો જીતી હતી.ગત ચૂંટણીમાં આપે 49 અને કોંગ્રેસે 31 સીટ જીતી હતી.આ વર્ષે ત્રણ નગરનિગમોના એકત્રીકરણથી દિલ્હી MCDની કુલ 250 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં બહુમત માટે 126 સીટની જરૂર હતી.ગત ચૂંટણીમાં કુલ 272 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી.
અરવિંદ કેજરીવાલે અપનાવી મોદીની ટ્રીક
દિલ્હી MCDના ચૂંટણીનું પરિણામ બહાર પડવાની સાથે જ હવે હાર જીતની વ્યખ્યા શરૂ થઇ ગઈ છે.આમ આદમી પાર્ટીના સારા પદર્શનથી તેમની ચૂંટણી રણનીતિની ચર્ચાઓ થવા લાગી છે.અરવિંદ કેજરીવાલે આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટ્રીક અપનાવીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દીધી છે.પીએમ મોદી પોતાની દરેક સભામાં ડબલ એન્જિન સરકારની વાતો કરે છે અને કહે છે કે ડબલ એન્જિનવાળી સરકારથી વિકાસને ગતિ આપી શકાય છે.અરવિંદ કેજરીવાલે પણ આ જ તરકીબથી MCDની ચૂંટણી લડી હતી અને જીત મેળવી છે.