વડોદરાના વાઘોડિયાની ખેતીવાડી ઊત્પન્ન બજાર સમિતીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.જેમાં કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલનો વિજય થયો હતો.બીજી તરફ બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવના ગઢમાં ગાબડું પડ્યું છે.હવે તેમણે મંથન કરવું પડશે.ગત રોજ ખેડૂત સભાસદોએ મતદાન કર્યુ હતુ..સહકાર પેનલમાં કોંગ્રેસ- ભાજપના ૧૦ ઉમેદવારો વિજયી થયા હતા.સરકારી ખરીદ વેચાણ મંડળી અને વેપારી વિભાગના કુલ 6 ઊમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.
વાઘોડિયા ગત્ રોજ યોજાયેલ ખેતીવાડી ઊત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચુંટણીનુ પરિણામ જાહેર
– કુલ 10 બેઠકો પરથી 13 ઊમેદવારોએ ઊમેદવારી નોંઘાવી હતી
– સહકાર પેનલ મા કોંગ્રેસ- ભાજપના ૧૦ જ્યારે ભાજપ પેનલના ત્રણ ઊમેદવાર
– કોંગ્રેસ પ્રેરીત સહકાર પેનલ નો ભવ્ય વિજય
– ગત્ રોજ ખેડૂત સભાસદોએ 92% મતદાન કર્યુ હતુ
– વાઘોડિયા ભાજપના તાલુકા પ્રમુખ સુરેશ પટેલ,કિશાન મોરચાના પ્રમુખ ભુપેન્દ્ર પટેલ સહિત નરેન્દ્ર પટેલની કારમો પરાજય
– સરકારી ખરીદ વેચાણ મંડળી અને વેપારી વિભાગના કુલ 6 ઊમેદવાર બીનવહરીફ વિજેતા
– વાઘોડિયા APMC મા ફરીથી કોંગ્રેસ પ્રેરીત પેનાલ બેસશે
– 2004 થી વાઘોડિયા APMC મા કોંગ્રેસ પ્રેરીત પેનાલ સત્તામા રહી
– વાઘોડિયા ભાજપના તાલુકા પ્રમુખ સુરેશ પટેલ, કિશાન મોરચાના પ્રમુખ ભુપેન્દ્ર પટેલ સહિત નરેન્દ્ર પટેલની કારમો પરાજય
– સૌથી વઘુમત માજી ડિરેક્ટર APMC વાઘોડિયાના નારણભાઈ જેન્તીભાઈ પટેલને મડ્યા જ્યારે જગદિશભાઈ પટેલ ખંઘા બીજા નંબરે રહ્યા
– 2004થી વાઘોડિયા APMC માં સત્તામાં કોંગ્રેસ પ્રેરીત પેનલ
વર્ષ 2004થી વાઘોડિયા APMC માં સત્તામાં કોંગ્રેસ પ્રેરીત પેનલ આવે છે..તો વાઘોડિયા ભાજપના તાલુકા પ્રમુખ સુરેશ પટેલ,, કિશાન મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ સહિત નરેન્દ્ર પટેલની કારમો પરાજય થયો…સૌથી વધુ મત માજી ડિરેક્ટર નારણભાઈ પટેલને મળ્યા હતા.જ્યારે જગદીશ પટેલ બીજા નંબરે રહ્યા હતા.
મધુ શ્રીવાસ્તવે વર્ષ-૨૦૨૨ની વિધાનસભામાં પોતે ચૂંટણી લડશે કરી તેવી જાહેરાત
બહુ ચર્ચિત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે.જેમાં ભાજપને જીત મળી છે.તો કોંગ્રેસ અને આપને પણ મોટાભાગના વોર્ડમાં વોટ તો મળ્યા જ છે.ત્યારે નજર કરીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પર જેમાં ક્યાં પક્ષને કેટલા વોર્ડ મળ્યા છે તેના પર તો ભાજપને કુલ 46.39 ટકા, કોંગ્રેસને 27.99 ટકા, જ્યારે આપને 21.72 ટકા જેટલા મતો મળ્યા છે.માત્ર એક દિવસ બાદ જ વડોદરાની વાઘોડિયાની ખેતીવાડી ઊત્પન્ન બજાર સમિતીની ચૂંટણીનું પરિણામ જાહેર થયામાં અચાનક એકદિવસ પછી આ ચૂંટણીના પરીણામમાં ભાજપની હાર થઈ છે.
આ પહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વર્ષ-૨૦૨૨ની વિધાનસભામાં પોતે ચૂંટણી લડશે અને ભાજપના બેનર પરથી જ ચૂંટણી લડશેે.તેમ કહી ઉમેર્યું હતું કે, ત્યારપછીની વિધાનસભામાં એટલે કે વર્ષ-૨૦૨૭ની ચૂંટણીમાં મારા પરિવારમાંથી જ ઉમેદવાર ચૂંટણી લડશે અને તે પણ વાઘોડિયા બેઠક પરથી જ.


