– ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડયો છે. વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.
ડાંગ : ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડયો છે.વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને 60 હજારથી વધુની લીડ અપાવવામાં મહત્વનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પાર્ટીના આદેશ મુજબ સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ પટેલને ભેગા કરી પોતાની તાકાત બતાવી હતી,પૂર્વ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ,પૂર્વ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને 20 વર્ષ સરપંચ રહ્યા હતા,છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા.ભાજપ તરફથી પોલીસ પટેલોને આપેલ વચન ન પાળી શકતા રાજવી તરીકે જુઠ્ઠા પડયાનું દુઃખ,રાજકારણીઓને શરમ નથી નડતી પણ અમે રાજવીઓને શરમ નડે છે,એવું કહી રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી.
ઉલ્લેખનીય છે કે, રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ડાંગમા યોજનાર ડાંગ દરબારને લઈને પણ નારાજ હતા.કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે.ડાંગ જિલ્લા કલેક્ટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે.પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત નથી કરાઈ.