– સુરતમાં શ્રમિકોને વતન મોકલવાને લઈને રાજકારણ ગરમાયું
સુરતમાં શ્રમિકોને વતન મોકલવાને લઈને રાજકારણ ગરમાયું છે.ત્યારે સુરત રેલવે સ્ટેશન પરથી શહેર કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી.કોંગ્રેસનો આક્ષેપ છે કે,ભાજપના ઈશારે સુરત પોલીસ કામ કરી રહી છે.શ્રમિકોને પક્ષના ખર્ચે વતન મોકલવા કોંગ્રેસના નેતા અને કાર્યકરો પહોંચ્યા ત્યારે હોબાળો થયો હતો.કોંગ્રેસના નેતા વસંત તોગડિયાએ જણાવ્યુ કે,પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે.આ ધટના અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે ભાજપને પોતાની પાર્ટીનો ઝંડો ફરકાવવાની છૂટ અને અમે કોંગ્રેસ ત્રિરંગો ફરવીએ તો અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે.નોંધનિય છે કે થોડા દિવસ પહેલા રેલ્વે સ્ટેશન પર સાંસદ સીઆર પાટિલે ભાજપનો ઝંડો ફરકાવી ટ્રેનને લીલીઝંડી આવી હતી.


