ગુજરાતમાં ભાજપ હવે ઇલેક્શન મોડમાં આવી ગયું છે. 12 ઓક્ટોબરથી રાજ્યની 144 વિધાનસભા માટે ભાજપ ગૌરવયાત્રાનો પ્રારંભ કરશે. 9 દિવસ ચાલનારી આ યાત્રા માટે દેશભરમાંથી ભાજપના આગેવાનો ગુજરાત આવી રહ્યાં છે.આ ચૂંટણીમાં ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે એડીચૌટીનું જૌર લગાવી રહી છે.પહેલી યાત્રા બહુચરાજીથી પ્રસ્થાન કરાશે અને જેની શરૂઆત નડ્ડા કરાવશે.આ યાત્રા 9 જિલ્લાની 33 વિધાનસભામાં જશે.બહુચરાજીથી મઢ સુધીની આ ગૌરવયાત્રા માટે પ્રથમ દિવસે ગુજરાત નેતૃત્વ માટે અલગ અલગ નેતાઓના પસંદ થયેલા નામોમાં હાર્દિક પટેલનું પણ નીતિન પટેલ સાથે નામ હતું પરંતુ વિરમગામ ભાજપમાં ડખા પડતાં ભાજપે આખરી ઘડીએ હાર્દિકનું નામ પડતું મૂક્યું છે.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા ચૂપચાપ થઈ ગયો છે અને વિરમગામ બેઠક માટે ઘણા સમયથી તૈયારીઓમાં જોડાઈ ગયો છે પણ ભાજપે ચૂંટણી પહેલાંની તૈયારીઓમાંથી નામ પડતું મૂકી હાર્દિકને સંકેત આપી દીધો છે.કહેવાય છે કે હાદિકનો વિરમગામ બેઠક પરથી જ વિરોધ થયો છે.આમ જે બેઠક પરથી એ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે એ બેઠકના નેતાઓ જ હાદિકનું પત્તું કાપવાના મૂડમાં છે.