પોરબંદર: પોરબંદરના ભાજપના આગેવાનો સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુન મોઢવાડીયાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ થયું છે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે હવે પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે.
નોંધનિય છે કે,ગઈકાલે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરોએ રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. 12 હોદ્દેદારો સહિત 40થી વધુ કાર્યકરો,પૂર્વ મહામંત્રી,તાલુકા ઉપપ્રમુખ,શક્તિ કેન્દ્રના પ્રમુખો,જિલ્લાના કન્વીનર,યુવા મોરચાના સભ્યોએ એક સાથે રાજીનામાં આપી દીધા છે.કઠલાલ તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રીના વિરોધમાં તમામે રાજીનામાં ધરી દીધા છે.હજુ બે દિવસ પહેલા ખેડા શહેર ભાજપના 70થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.


