– કરોડો રૂપિયાની ગેરરીતિનો મામલો હોવાની ચર્ચા
– ગુજરાતના ટોચના નેતાઓ ભાગીદાર હોવાની આશંકા
– વડોદરાથી રેલો રાજકોટ સુધી પહોંચવાની શક્યતા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજ્કીય ઘમાસાન જારી છે આવામાં રાજ્યના મંત્રીના ખાસ વ્યક્તિના ઘરે સીબીઆઇ દરોડા પાડિને તેની અટકાયત કરવામાં આવી છે.બે મંત્રીઓના ખાતા છીનવી લીધા બાદ ફરી એકવાર ગુજરાતમાં સીબીઆઇ ત્રાટકી છે.ભષ્ટ્રાચાર મામલે ભાજપના ટોચના નેતાની સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે જેના લીધે આ દરોડા પાડવામાં આવ્યા છે.કરોડો રૂપિયાની ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
ભાજપમાં ભારે રાજકીય ભૂંકપ સર્જોયો છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહના ધ્યાનમાં ગુજરાત સરકારના મંત્રીઓમાં ચાલી રહેલી ભષ્ટ્રાચારના ગંભીર ફરિયાદ એ જોવા મળી કે તેમણે સેન્ટ્રલ એજન્સીઓને આ મામલે કામે લગાડી દીધી છે.બે કેબિનેટ મિનિસ્ટર્સની ખાતા બદલી પછી ગુજરાત આવેલી સીબીઆઈની ટીમે એક મંત્રીના ખાસ વ્યક્તિની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત આવેલી CBIએ એક વ્યક્તિની અટકાયત કરી છે.જેની પાસેથી બહુ મહત્વના પુરાવાઓ અને જાણકારીઓ મળી છે.જેમાં ભાજપના મંત્રીઓએ કરેલા સમાધાનોનો ચિઠ્ઠો છે.જોવાનું રહ્યું કે કેન્દ્રીય નેતાગીરી કોનો ચિઠ્ઠો ખોલી કોનો હિસાબ કરે છે.સીબીઆઈના ધ્યાનમાં જે ગેરરીતિ આવી છે તેમાં 125 કરોડનો મામલો છે અને ગુજરાતના ટોચના નેતાઓ તેના ભાગીદાર છે.આ મામલે બહુ જલ્દી જ ગુજરાત ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.CBIએ મંગળવારે રાત્રે ગુજરાત સરકારના મંત્રીના PA પ્રેમલ નામક વ્યક્તિની અટકાયત કરી હતી.ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત ભાજપ સરકારની
આજુબાજુનો પટ્ટો વધુ કડક બનાવવા માટે કેન્દ્રીય કમાન્ડના પ્રયાસ તરીકે આ પગલાને જોવામાં આવી રહ્યું છે.તાજેતરના સમયમાં ગુજરાતમાં થયેલા વિવિધ કૌભાંડોમાં રાજ્યના ટોચના નેતાઓના નામો સામે આવતાં રાજ્ય વહીવટીતંત્ર તેના પોતાના ડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે.વધુમાં કેટલાક મંત્રીઓ કે જેમણે પોતાની મરજીનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું તેઓને પક્ષના ઉચ્ચ અધિકારીઓ દ્વારા “કટ ટુ સાઈઝ ” કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ભાજપની પક્કડ હોવા છતાં ગુજરાત ભાજપના નેતાઓ અને મંત્રીઓ પાછલે બારણે હિન્દુત્વ સાથે સમાધાન કરી રહ્યા છે.તેવી જાણકારી મળતા અને પુરાવાઓને ધ્યાનમાં લઈ બે મંત્રીઓના ખાતા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.જેના પગલે ગુજરાત આવેલી સીબીઆઈએ એક પ્રેમલ નામની વ્યક્તિની અટકાયત કરી છે.જેની પાસેથી બહુ મહત્વના પુરાવાઓ અને જાણકારીઓ મળી છે.જેમાં ભાજપના મંત્રીઓએ કરેલા સમાધાનોનો ચિઠ્ઠો છે.જોવાનું રહ્યું કે કેન્દ્રીય નેતાગીરી કોનો ચિઠ્ઠો ખોલી કોનો હિસાબ કરે છે.સીબીઆઈના ધ્યાનમાં જે ગેરરીતિ આવી છે તેમાં 125 કરોડનો મામલો છે અને ગુજરાતના ટોચના નેતાઓ તેના ભાગીદાર છે.આ મામલે બહુ જલ્દી જ ગુજરાત ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
મંગળવારે સાંજે સેન્ટ્રલ એજન્સીના રાજ્યના અધિકારીઓએ ટોચના કેબિનેટ-સ્તરના પ્રધાનના પીએને અટકાયતમાં લીધો હતો.પીએ પ્રેમલ વિવિધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને દલાલી માટે કુખ્યાત હતા. PA પ્રેમલ ભાજપના મંત્રીઓ દ્વારા કરાયેલા કારનામાં અંગે મહત્વની માહિતી વિશે વધુ જાણતા હોવાનું માનવામાં આવે છે.વડોદરાના વતની પ્રેમલ ભાજપનો કાર્યકર્તા છે.આ સ્થિતિમાં બીજેપી હાઈકમાન્ડ માટે આવા કડક અને રાજકીય રીતે નાજુક પગલું ભરવા માટે ખૂબ જ અનિવાર્ય થઇ પડ્યું હતું.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ આ કિસ્સામાં મંત્રી અને બિન-સાથી ભાજપ હિતો વચ્ચે માત્ર શંકાસ્પદ સાંઠગાંઠ જ નથી પણ રૂ. 125 કરોડની નાણાકીય ગેરરીતિઓ પણ છે.આગામી દિવસોમાં ટોચના લોકોના નામ બહાર આવવાની અપેક્ષા છે.
અત્રે નોંધનીય છે કે ગતરોજ વડોદરાના એક પ્રેમલ મોદીનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું જોકે વડોદરાના એક સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકારે મોડીરાતે પ્રેમલ મોદી વડોદરામાં હોવાના અહેવાલ પોતાની ન્યૂઝ ચેનલ થકી ચલાવ્યા હતા.ત્યારે પ્રેમલ નામનો વ્યક્તિ અન્ય કોઈ હોવાની વાતને પુષ્ટિ પ્રાપ્ત થઇ છે પણ અટકાયતમાં લેવાયેલા પ્રેમલ નામના વ્યક્તિને લઇ સીબીઆઈ ઑફિસે પત્રકારો દ્વારા છાનબીન ચાલી રહી છે.ભારે સસ્પેન્સ વચ્ચે જમીન અને બેંક કૌભાંડને લઇ સીબીઆઈએ જે કાર્યવાહી કરી રહી છે તેને લઇ ટૂંકમાં મોટાં ધડાકા થવાના ઍંધાણ વર્તાઈ રહ્યા છે.ખુદ રાજ્યના ભાજપના વિવિધ સમૂહોમાં મંત્રીના ખાસ વ્યક્તિને લઇ ચર્ચાઓ છેડાઈ છે તેમજ કોના ઈશારે દિલ્હી હાઇકમાન્ડ ને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે ? પડદા પાછળ ચાલી રહેલી રમતમાં ભાજપને ઇમેજને ડાઘ લાગી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ભાજપમાં મોટાપાયે ફેરેફારો આવી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ અંગે જાણવા મળ્યું છે.અન્ય એક થિયરી મુજબ એક મંત્રીએ પદ છિનવાયા અગાઉ 20 કરોડ રૂપિયા ખાતાકીય બાબતને લઇ લીધા હતા જે બાબતે હાઇકમાન્ડને જાણ થતા આ 20 કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં જમા કરાવવા સૂચના મળી ચુકી છે એવા સમાચાર પણ વહેતા થયા છે.ઓવરઓલ ગુજરાત ભાજપમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તેની ઉપર ભાજપ હાઇકમાન્ડ બાઝ નજર રાખી રહ્યું છે અને આ સમાચારો તેમજ અરવિંદ કેજરીવાલે ગતરોજ સી.આર પાટીલને લઇ કહ્યું હતું કે ભાજપ પાટીલને હટાવશે જેને લઇ પણ રાજકારણ ખાસ્સું ગરમાયું છે.ભુપેન્દ્ર પટેલ સરકારના નબળાં પર્ફોર્મન્સને લઈને પણ ઉપર સુધી રિપોર્ટ જતા વિધાનસભા અગાઉ ભાજપમાં ઘણા મોટાપાયે ફેરફારો આવે એવી તેવી અટકળો પણ વહેતી થઇ છે.આ બધા વચ્ચે કેન્દ્રીય સીબીઆઈએ મંત્રીના નિકટવર્તી કે એક પી.એને અટકાયતમાં લેતા ભારે રાજકીય ચર્ચાનો દૌર શરુ થયો છે.વિપક્ષને પણ વિધાનસભા અગાઉ ભાવતું હતું ને વૈદ્યએ કીધું એવો ઘાટ સર્જાતા મોજ પડી ગઈ હોવાના પણ અહેવાલ છે.આપ અને કોંગ્રેસને જોઈતા મુદ્દા મળી ગયા હોવાનું રાજકીય જાણકારો જણાવી રહ્યા છે.ત્યારે સીબીઆઈએ જે વ્યક્તિને અટકાયતમાં લીધો છે તેને લઇ મીડિયા રિપોર્ટ્સમાં વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ અંગે ઓફીસીઅલ કોઈ જાહેરાત સીબીઆઈ દ્વારા કરાઈ નથી પણ વાત નિશ્ચિત છે કે એક મંત્રીના અત્યંત નજીકના વ્યક્તિ ને અથવા પી.એને સેન્ટ્રલ સીબીઆઈએ અટકાયતમાં લીધો છે.


