એક બાજુ કોરોનાના ઘેર વચ્ચે ભાજપ રાજસ્થાન સરકાર તોડવા સક્રિય બની છે.ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઇશારે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષ છોડી મતદારોને રેઢા મૂકી દીધા છે અને હવે ખાલી પડેલી બેઠકો પર કરોડોના ખર્ચે પેટાચૂંટણી યોજાનાર છે.અત્યાર સુધીમાં ભાજપે શામ,દામ દંડ ભેદની નીતિ અપનાવી કેટ લાય ધારાસભ્યોને કેસરીયો ખેસ ધારણ કરાવી દીધો છે.બીજી બાજુ,હવે ભાજપને ડહાપણની નવી દાઢ ફૂટી હોય તેઓ લાગી રહ્યું છે કેમકે,નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે કાર્યકરોને સંબોધતા એક બાજુ એવી શેખી મારી છે કે હવે અમારે કોંગ્રેસના પક્ષપલટુઓની જરૂર નથી.
તેમણે કાર્યકરોને એવી શીખ આપી કે તમારે પક્ષમાં એવું મજબૂતાઈથી કામ કરવું પડે કે જેથી આપણે કોઇના સહારાની જરૂર જ ન પડે.કોંગ્રેસીઓની જરૂર પડ્યા વિના પોતાની તાકાત અને બળ પર ચૂંટણી લડવાની છે અને જીતવાની છે.આટલું કહીને તેમને ઘણી જ ઓછી વાતમાં ઘણું બધું કહી દીધું હતું તેમણે દાખલો પણ આપ્યો કે જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે કોંગ્રેસના મિત્રો મને કહેતા હતા કે સાહેબ અમે તમને મદદ કરીશું ત્યારે હું તમને કહેતો હતો કે તમે તમારી પાર્ટીને વફાદાર નથી તો તમે મને શું મદદ કરવાના હતા.તેમણે પક્ષપલટો પર પ્રહાર કરતા એમ પણ કહ્યું કે જે લોકો આવ્યા છે એમની રીતે આવ્યા છે એમને કોંગ્રેસમાં પોતાની રાજકીય કારકિર્દી જોખમમાં રાખી હશે એટલે આવ્યા છે.તેમને લાવવામાં આવ્યા નથી.
સી.આર.પાટીલ સ્પષ્ટ સંદેશ હતો કે આવ્યા પછી કોંગ્રેસના પક્ષપલટોને જોડવામાં નહીં આવે તેમનું સીધો સંદેશ હતો કે પક્ષના જ કાર્યકરોને મહત્વ આપવામાં આવશે કેમકે છેલ્લા કેટલાક વખતથી જીતુ વાઘાણીના સમયથી પકડતું નો દોર જારી છે અને જેનાથી હવે સી.આર.પાટીલ પક્ષની કામગીરી કંઈક નવા જ પ્રકારથી કરવા જઈ રહ્યા છે.


