By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપ કેવી રીતે જીતશે 150થી વધુ બેઠકો? જાણો શું છે ભાજપનું ગણિત અને રણનીતિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપ કેવી રીતે જીતશે 150થી વધુ બેઠકો? જાણો શું છે ભાજપનું ગણિત અને રણનીતિ
GeneralGujarat NowPolitics

ભાજપ કેવી રીતે જીતશે 150થી વધુ બેઠકો? જાણો શું છે ભાજપનું ગણિત અને રણનીતિ

HM News
Last updated: 08/09/2022 10:20 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ભાજપ છેલ્લા ઘણા સમયથી પેજ સમિતિ પૂર્ણ કરવા પર જોર આપી રહ્યું છે.કેટલા પેજ બન્યા છે અને કેટલા પેજની હજી જરૂરિયાત છે અને ચૂંટણી માટે કેમ બીજેપી પેજ સમિતિ પર નિર્ભર છે? ભાજપ પોતાના ટાર્ગેટ 150 પ્લસ પૂરો કરવા કયા ગણિત સાથે આગળ વધી રહ્યો છે?બીજેપી આમ તો 182 સીટ જીતનો દાવો કરે છે તો બીજી તરફ બીજેપી આંતરિક રીતે લક્ષ 150 સીટ જીતવાનો રાખેલો છે.

આમ તો બીજેપી વિકાસ અને હિન્દુત્વના એજન્ડા પર આગળ ચાલી રહી છે, પરંતુ મોંઘવારીનો મુદ્દો હોય કે લોકોમાં સરકાર સામે નોકરીને લઈને અસંતોષ હોય, આવા અનેક મુદ્દે નારાજગી છે.પણ પ્રદેશ બીજેપી પીએમ મોદીના ફેસ પર જ ચૂંટણી લડવાનો અને જીતવાનો મદાર રાખે છે.આ વખતે ઘરે ઘરે પહોંચી મત મેળવવા કવાયત આરંભી છે અને તેના માટે રામબાણ ઈલાજ સમાન હથિયાર પેજ સમિતિ છે.તેના દ્વારા મત મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તો બીજી તરફ બીજેપી કોઈપણ ચૂંટણી હોય ચોક્કસ ગણિત સાથે આગળ ચાલે છે. 2017 દરમિયાન બીજેપીને માત્ર 99 સીટ મળી હતી અને હવે 150 સીટ જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ બીજેપી વૉટનું ગણિત પણ લગાવી રહ્યું છે.શું છે તેમનું વોટ ગણિત અને તેમાં કેવી રીતે પેજ સમિતિ રામબાણ સાબિત થઈ શકે છે.

પહેલા વર્ષ 2017ની ચૂંટણી પર નજર કરીએ તો એ ચૂંટણી સમયે કુલ મતદારો 4.31 કરોડ હતા.જેમાંથી 3 કરોડ આસપાસ મતદાન થયું હતું. એ 3 કરોડ મતદારોમાંથી બીજેપીને 1.47 કરોડ જેટલા મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસને 1.42 કરોડ મત મળ્યા હતા. આવા સંજોગોમાં બીજેપી 99 પર આવીને ઊભી રહી ગઈ હતી.હવે નજર કરીએ 2019 લોકસભા ચૂંટણી પર તો ત્યારે કુલ મતદારો હતા 4.45 કરોડ, જેમાંથી બીજેપીને મળ્યા હતા 1.5 કરોડ તો સામે કોંગ્રેસને મળ્યા હતા 1.27 કરોડ, જ્યારે બીજા વોટ અન્ય પાર્ટીને મળ્યા હતા.જેથી કોંગ્રેસની તમામ સીટ પર હાર થઈ હતી.

હવે આગામી ચૂંટણીમાં બીજેપીને 150 સીટ જોઈએ છે.જો 150 સીટ જોતી હોય તો કેટલા વોટ બીજેપીને મળવા જોઈએ? આ સવાલ થાય એ સ્વભાવિક છે તો એ પણ સમજીએ…

હવે જો 1.50 કરોડ વોટ જ મળે તો ગયા વખત જેવી જ સ્થિતિ બીજેપીની થઈ શકે છે.જો તેમાં સુધારો લાવવો હોય તો બીજેપી તરફે મતદાન વધારે થાય સાથે જ લોકો મતદાન કરવા બહાર નીકળે એ જરૂરી છે અને બીજેપીએ આગામી ચૂંટણી માટે ઓછામાં ઓછું 2.5 કરોડ મતદાન થાય તેનો ટાર્ગેટ રાખેલો છે.તેમાં સૌથી મહત્વની ભૂમિકા પેજ સમિતિ સભ્યો નિભાવશે.બીજેપીનો 78 લાખ પેજ સમિતિ સભ્યોનો ટાર્ગેટ છે.જેમાં 75 લાખ પેજ સમિતિ સભ્યો બની ગયેલા છે.જેમાં બીજેપીએ 1 ઘરમાંથી એક જ સભ્યની નિમણૂક કરેલી છે. એટલે કે સીધા જ 75 લાખ પરિવાર સાથે પાર્ટી જોડાયેલી છે. દરેક ઘરમાંથી અંદાજે 3 લોકો મત આપે તો પણ 2.25 કરોડ જેટલું મતદાન બીજેપી તરફે થાય.

બીજેપીનું સીધું ગણિત છે કે, જો 1.50 કરોડ મત મળે તો 99 કે 100 જેટલી સીટ પર પાર્ટી ઊભી રહી જાય પરંતુ તેની સામે જો બીજેપીને 30થી 45 લાખ જેટલા વોટ વધારે મળે તો બીજી 50 સીટ આસાનીથી જીતી શકાય.આ ગણિત સાથે બીજેપી ચૂંટણી મેદાનમાં ચાલી રહી છે.જેમાં પેજ સમિતિ સભ્યોનું મોટું યોગદાન હશે.

હાલના સંજોગો મુજબ, બીજેપીને અનેક મોરચે વિરોધનો સામનો કરવો પડે છે.જેના કારણે અનેક મતદારો વિમુખ થવાનો પણ ભય છે.જેથી જ પેજ સમિતિ સભ્યો સરકારી યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવી અને જરૂર પડે એ યોજનાનો લાભ અપાવવાની કામગીરી પણ પેજ સમિતિ સભ્યોને સોંપવામાં આવી છે.જેથી લોકોનો ઝુકાવ બીજેપી તરફ રહે.એવામાં હવે પેજ સમિતિ સભ્યો પોતાના પેજમાં રહેલા 30 મતદારો પર ફોક્સ કરી રહ્યા છે અને સરકારી યોજનાઓ પહોંચાડી રહ્યા છે.

આ મતદારો વધારવા માટે ગ્રામીણ એસસી અને એસટી મતદારોનું મતદાન બીજેપી તરફે થાય તો ચોક્કસ મતની ટકાવારીમાં વધારો થાય.જેને લઈને બીજેપી આ વિસ્તારમાં વધારે મહેનત કરી રહી છે.સાથે જ યુવા મોરચાને પણ નવા મતદારોને જોડવા સૂચના આપવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓલપાડમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓના કાર્યક્રમ સાથે ભાજપનો વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ
Next Article ગૃહમંત્રી અમિતભાઈ શાહે ચૂંટણી વચનને લઈને AAPને ઘેરી, કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up