સુરત ભાજપા શહેર સંકલન સમિતિની રવિવારે બેઠક મળી હતી.તેમાં એક બેઠક દીઠ એક સિટીંગ કોર્પોરેટર અને ત્રણ અન્ય એમ કરીને એક બેઠક પર 4 વ્યક્તિની પેનલ બનાવી છે.એટલે એક વોર્ડમાં 16 દાવેદારોની પેનલ બની છે.તેમાં,8 પુરુષ અને 8 સ્ત્રી રખાયા છે.ગત રોજ એક બેઠક દિઠ ત્રણ એમ એક વોર્ડમાં 12ની પેનલ કરાઇ હતી પરંતુ રવિવારે તેમાં એક સિટિંગ કોર્પોરેટરનો એક દાવેદારનો વધારો કરી 16 કરાયો છે. એટલે 30 વોર્ડની 120 બેઠક પર 480 દાવેદારો રહેશે તેમાં વોર્ડ દિઠ એક સિટીંગ કોર્પોરેટર પણ રહેશે.સોમવારે 12.30 કલાકે ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર મળશે તેમાં પાલિકાના વોર્ડ વાઇઝ ચર્ચા હાથ ધરાશે.
ગત શનિવારે સુરત મહાનગર ભાજપની સંકલન સમિતિ સભ્યોની એક મિટિંગ યોજાઇ હતી તેમાં,આવેલા નિરિક્ષકોનું એવું કહેવું હતું કે,55 વર્ષથી વધુના દાવેદારો હોય અને જેઓને અત્યાર સુધી પક્ષનો કે શાસકીય હોદ્દો મળ્યો ન હોય તેવાનું શું કરવું?આ પ્રશ્ન ઘણો છેડાયો હતો.જેમાં,ધારાસભ્યો પણ નારાજ થયાં હતાં અને 55 વર્ષના ક્રાઈટેરિયા સામે પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો.પરંતુ આ મુદ્દે એવો રસ્તો નિકળ્યો હતો કે, 55થી વધુ ઉંમરના દાવેદારો હશે તેમના માટે કંઈક બીજો વિકલ્પ વિચારાશે. વિવિધ સમિતિના સલાહકાર બનાવવા જેવા કંઇક ઓપ્શન વિચારીશું પણ ક્યારે અને કોને એ બાબતનો કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો.જોકે,ત્યાર બાદ ધારાસભ્યો રાજી થયાં હતાં.
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન તરીકે CR પાટિલ!
પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે અગાઉ અત્યાર સુધી નરેન્દ્ર મોદી હતાં. આનંદીબેન પટેલ હતાં પછી વિજય રૂપાણી હતાં.હવે પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન-અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ રહેશે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ્યાં સુધી હતાં ત્યારે તેઓ જ અધ્યક્ષ હતાં. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ આવ્યાં બાદ પાર્લામેન્ટરી બોર્ડના હોદ્દેદારોની યાદી બહાર આવતાં તેમાં પ્રથમ નામ ચેરમેન ગણાય છે તેમાં પ્રથમ નામ સી.આર.પાટિલનું છે બીજુ નામ વિજયભાઇ રૂપાણીનું છે અને ત્રીજુ નામ ડે.સીએમ નિતીનભાઇ પટેલનું હોવાનું જાણવા મળે છે.
વોર્ડ દીઠ 16ની પેનલમાં 55 વર્ષથી વધુના કોરાણે
જે 16ની પેનલ બનાવી છે તેમાં 55થી વધુ વયના નામોનું લિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.જે 16 નામો છે તેમાં 55 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓના નામો જ સમાવવામાં આવ્યા છે.
જનરલ સિટ પર સવર્ણોને જ સિટ મળવી જોઇએ
જનરલની સિટો છે તેમાં OBC, ST, SCને લડાવવાની જે વાત હતી.તે મુદ્દો ઉઠ્યો. ધારાસભ્યોએ કહ્યું કે,સવર્ણોનો અધિકાર શું કામ છિનવાવો જોઈએ. ઓપનમાં સવર્ણોને સિટ મળવી જોઇએ.
આજથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે
સુરત પાલિકાના 30 વોર્ડના નગરસેવક માટે યોજાનારી ચૂંટણી માટે સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત કરાશે. આ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓની નિયુક્તિ સાથે બુથની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી પાલિકાની ચૂંટણીની ચૂંટણપંચ દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે.આ માટે બે વોર્ડ દીઠ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.તા.6 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
ગાર્ડન વેસ્ટનો પ્રશ્ન ન ઉકેલાતાં પ્રવેશ પર રોક
અડાજણની એક સોસાઈટીમાં ગાર્ડન વેસ્ટનો નિકાલ નહીં થતાં રાજકીય પક્ષોને મત માંગવા માટે સોસાયટીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.વોર્ડ નં.10 અડાજણ પાટિયાની સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં બેનર લગાવી રહીશો દ્વારા વિરોધ કરાયો છે.બેનર પર લખાયું છે કે,‘અમારી સોસાયટીના ઝાડપાનના કચરાના નિકાલ માટેના પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહી અમારા સભ્યો દ્વારા વોટીંગનો બહિષ્કાર કરવામાં આવશે.’


