ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેલી,ગરબા અને જાહેર કાર્યક્રમો યોજી ને સરકારની ગાઈડલાઈન નું ઉલ્લંઘન કરવા મામલે ખુબજ ગાજેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે.પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી તેમણે પોતે જાણે કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું હતું.અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.સી.આર.પાટીલ કોરોના પોઝીટીવ આવતા ભારે ચકચાર મચી છે અને અગાઉ તેમની સાથે રહેલા રાજકીય આગેવાનો પણ કોરોના પોઝીટીવ થઈ ચૂક્યા છે ત્યારે સીઆર પાટીલ માટે આ વાત કહેવાતી હતી જે સાચી પુરવાર થઇ છે.