By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે, કોરોના સંકટમાં સદ્ઉપયોગ કરવો જોઈએ : પરેશ ધાનાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે, કોરોના સંકટમાં સદ્ઉપયોગ કરવો જોઈએ : પરેશ ધાનાણી
GeneralGujarat NowPolitics

ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે, કોરોના સંકટમાં સદ્ઉપયોગ કરવો જોઈએ : પરેશ ધાનાણી

HM News
Last updated: 14/04/2020 1:13 PM
HM News
5 years ago
Share
SHARE

– કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો
– અમીત ચાવડાએ પણ પત્રકાર પરિષદ યોજી
– ભાજપ વાસ્તવીક પરિસ્થિતિ સમજે તો સારૂ : વિપક્ષ

નાની મહામારીને લઇ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યાં છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સવાલ ઉઠાવ્યાં છે અને કહ્યું કે રાજ્ય કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.જેથી ભાજપે આવા કપરા સમયે પક્ષાપક્ષીથી પર ઉઠી કામ કરવું જોઇએ.

જો ખરેખર સરકાર જરૂરિયાતમંદોની મદદ કરવા માગતુ હોય તો વ્યાજબી ભાવની દુકાન પર કેમ પોતાના કાર્યકરો રાખ્યાં છે.ભાજપ મદદના નામ રાજકીય લાભ ખાટી રહ્યો છે.ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે તેનો સદ્ ઉપયોગ કરવો જોઇએ.ભાજપ એવું સાબિત કરવા માગે છે કે સહાય ભાજપ કરી રહ્યું છે.સેવાભાવી સંસ્થાઓને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છેઃ.ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે તેનો સદ્ ઉપયોગ કરે તો સારૂં.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેમણે રાજ્યમાં હાલની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, કોરોના સામેની લડાઇમાં કોંગ્રેસનું સમર્થન સરકારને રહ્યું છે.લોકડાઉન 3 મે સુધી લંબાવવાયું છે.કોંગ્રેસનો સંપૂર્ણ સહયોગ સરકારને મળશે.લોકડાઉનને સફળ બનાવવા સરકાર ખુલીને બહાર આવે.લોકોને મદદરૂપ થઇ શકાય તેવા આર્થિક પેકેજ આપવા પડશે.ખેડૂતો અને ગરીબો હાલમાં મુશ્કેલીમાં છે. ખેડૂતોને વીજળી, ખાતર સહિતની મદદ કરવામાં આવેઉત્પાદનનોને બજાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઇએ.ખેડૂતોને પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.ધિરાણ પરત કરવાની મુદતમાં વધુ વધારો કરાય.ધિરાણની વ્યાજમાંથી ખેડૂતોને મુક્તિ આપવી જોઇએ.ધિરાણમાં 25 ટકા વધારો કરી ફરીથી નવુ ધિરાણ કરવું જોઈએ.

કોંગ્રેસ લોકોને મદદ કરવા માટે કામ કરી રહી છે

સરકારે સેવાકીય સંસ્થાઓના કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે.અનાજનું વિતરણ ઓછું થયું છે.60 લાખ એપીએલ ધારકો અનાજથી વંચિત રહ્યા. ગામડાઓમાં રાશનનો જથ્થો નથી પહોંચ્યાની ફરિયાદો મળી રહી છે.રાશનની ખરાબ ગુણવત્તાની ફરિયાદો પણ મળી રહી છે.સડેલા અનાજ ની ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે.રાશનકીટની સાથે ખાદ્યતેલ પણ આપવામાં આવે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સરકારે સહાય આપવી જોઇએ.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ કફોડી છે.આ લોકો રોજે કમાઇને રોજે ખાનાર શ્રમિકો છે.શ્રમયોગીઓને જૂન મહિના સુધી મહિને 4 હજાર રૂપિયા આપે.મેં મહિના સુધી સરકાર તમામ વિજબીલ માફ કરે.તમામ વેરાઓ સરકાર માફ કરે.નાના ઉદ્યોગોને વર્કિંગ કેપિટલ સરકાર પૂરું પાડે.

મોંઘવારીના મારથી માનવીની કમર તૂટી એપ્રિલમાં ફુગાવો ૭.૭૯ ટકા
લોકડાઉન ખુલતા જ ‘ડામ’! બે દિ’માં પેટ્રોલ રૂા.1.14 મોંઘુ
સુરતમાં ઉધાર લીધેલા પૈસા ન ચુકવાતા પરિણીતાને નોટિસ
સંખ્યાબંધ દેશો માટે ચીન ખતરો બન્યુઃ અમેરીકા
ફેસબુક પર અજાણ્યા સાથે મિત્રતા કેળવનાર માટે લાલબત્તી સમાન કિસ્સો : મેસેન્જર પર બિભત્સ વાત કરી વ્હોટ્સઅપ પર વિડીયો કોલ કરી ન્યુડ વિડીયો બનાવી લીધો
Share This Article
Facebook Email Print
Previous Article દુનિયા આખીને ધંધે લગાડ્યા બાદ હવે કોરોનાના જનક ચીન વિશ્વને બચાવવા નીકળ્યા
Next Article મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી 14 દિવસ માટે સેલ્ફ કોરોન્ટાઈન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up