ભાજપમાં પેટા ચૂંટણીઓનો લઇ ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે.જેમાં યુવા મોરચા સહિત 7 મોરચાની બેઠક મળશે.આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળની કામગીરીની ચર્ચા કરવામાં આવશે.ખાસ કરીને મહિલાઓ,અનુસુચિત જાતિ,જનજાતિ સુધી પહોંચવા રણનીતિ ઘડવામાં આવશે.
– કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક
– ભાજપમાં પેટા ચૂંટણીઓનો લઇ ધમધમાટ શરૂ
– ચૂંટણીમાં આગળની રણનીતિ ઘડાશે
પ્રદેશ ભાજપમાં પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે.કમલમ ખાતે આજે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે.નોધનીય છે કે,અન્ય પક્ષો એ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં પોતાની ગતિવિધિ તેજ કરી છે.કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી રાજીવ સત્વ પણ ગુજરાતમાં ધામ નાખી બેઠા છે.અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિ બનાવવાની શરુ કરી દીધું છે.તો ‘આપ’ પણ ગુજરાતમાં પોતાનો પગદંડો જમાવવા માટે કટિબદ્ધ બન્યું છે.