ગુજરાતમાં રેલીઓનો ભાજપને રેલો આવ્યો છે ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના પોઝિટિવ આવ્યો છે.ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.સૌરાષ્ટ્રમાં પણ સી.આર.પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનામાં સપડાયા હતા.
– ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના પોઝિટિવ
– રોજના 3 હજાર જેટલા કાર્યકરો સાથે ફોટો પડાવતા હતા
– ગુજરાતના અનેક વિસ્તારોમાં કર્યો પ્રવાસ, રેલીઓ અને સભાઓ
એપોલો હોસ્પિટલમાં ગઇકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેમાં તેમનો એન્ટિજન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જ્યારે આજે તેમનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.ગઇકાલે તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘મારી તબિયત સારી છે.મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે.અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.’ ત્યારે હવે આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.