ભાજપ પ્રદેશ લઘુમતિ મોરચાના વલસાડ પ્રદેશ મંત્રી તરીકે મહંમદ ઇલ્યાસ ગુલામ મોહસીન મલેકની નિમણૂક કરવામાં આવી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રદેશ લઘુમતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.મોહસીન લોખંડવાલા દ્વારા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામો ની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં વલસાડ માટે ભાજપ દ્વારા પ્રદેશ મંત્રી તરીકે મહંમદ ઇલ્યાસ ગુલામ મોહસીન મલેકની નિમણૂક કરવામાં આવી છે.
વલસાડમાં ઇલ્યાસ મલેક ‘મામા’ ના હુલામણા નામથી જાણીતા છે.હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સેવાના કર્યોમાં યોગદાન અને લઘુમતી સમાજમાં પણ આગળ રહેતા હોય તેઓની આ પદ માટે નિયુક્તિ કરવામાં આવી છે.ઇલ્યાસ મલેક ઉર્ફે મામૂની ભાજપ દ્વારા આ પદ માટે નિયુક્તિ કરાતા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.