ગુજરાત પ્રદેશપ્રમુખ સી આર પાર્ટલ અને સરકાર વચ્ચે ટક્કર છે.ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપમાં ધબડકો થાય તેવા અહેવાલના પગલે હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તાકીદનો દિલ્હીનું તેડું મોકલ્યું હતું જેના ભાગરૂપે પૂર્વ નિર્ધિરિત અબડાસાના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ પડતો મૂકીને સી.આર.પાટીલ દિલ્હી દોડી ગયા છે.
આગામી તારીખ 3જી નવેમ્બરે વિધાનસભાની આઠ બેઠકો પર મતદાન યોજાનાર છે આ તમામ બેઠકો જીતવા માટે ભાજપે પોતાની રણનીતિ બનાવી છે પરંતુ મોરબી અબડાસા ધારી અને કરજણ ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ભારે પડી રહ્યા છે તો સ્થાનિક રાજકારણ તેમજ સરકારની કામગીરી પ્રત્યેની ઉદાસીન નીતિના કારણે ભાજપ્ને મોટું નુકસાન થઈ શકે તેવી સ્થિતિનું નિમર્ણિ થવા પામી છે.વિધાનસભાની આઠ બેઠકોમાંથી ચારથી પાંચ બેઠકો પર હાથ ધોવા પડે તો પરિણામોનું ઠીકરું સંગઠન પર ફોડી શકાય તો બીજી બાજુ સંગઠનની નિષ્ફળતાનું દોષારોપણ સરકાર પર કરવામાં આવે આ સ્થિતિનું નિમર્ણિ હવાની દિશા તરફ આગળ વધતા હાઈ કમાન્ડ દ્વારા સરકાર અને સંગઠન બંનેને માથે સંયુક્ત જવાબદારી નાખી દેવામાં આવી છે હાર અને જીત માટે સંગઠન અને સરકાર બંને એટલા જ જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ હાઈ કમાન્ડ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે.
બંનેની જવાબદારીઓ ફિક્સ થતા મામલો વધુ સંગીન બન્યો છે રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી ને લઈને મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવે તેવું પણ ગાંધીનગરના વર્તુળમાં ચચર્ઈિ રહ્યું છે.ઓપરેશન ના ભાગરૂપે પણ સીઆર પાટીલે દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
અત્રે નોંધવું જરૂરી છે કે પ્રદેશ પ્રમુખ બન્યા પછી સી આર પાટીલ કચ્છના પ્રવાસે જવાના હતા પરંતુ તેમને કોરોના થતા પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો બીજી વખત સી.આર.પાટીલ નો પ્રવાસ અબડાસા રદ થયો છે.