બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થઈ ગયો છે.વિવિધ પાર્ટીઓના નેતાઓ દ્વારા વર્ચુઅલ રેલીની સાથે જ સંબંધિત વિસ્તારમાં ચૂંટણી જનસભાને સંબોધીત કરી રહ્યાં છે.ત્યારે હવે મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.રાજદે આ યાદીમાં 30 નેતાઓને જગ્યા આપી છે.જે બિહારની 243 સીટો ઉપર મહાગઠબંધ અને રાજદ માટે પ્રચાર કરશે.સ્ટાર પ્રચારકોની યાદીમાં સૌથી પહેલું નામ બિહારના પૂર્વ સીએમ અને લાલૂપ્રસાદ યાદવની પત્ની રાબદી દેવીનું છે.તે સિવાય તેના પરિવારના બંને પુત્રો તેજસ્વી પ્રસાદ યાદવ અને તેજ પ્રતાપ યાદવ સહિત ડોક્ટર મીસા ભારતીને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં જગ્યા મળી છે.
કોણ કોણ કરશે પ્રચાર
સ્ટાર પ્રચારકોની યાદીમાં નામોમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ, શિવાનંદ તિવારી, રામચંદ્ર પૂર્વે, જયપ્રકાશ નારાયણ,મનોજ કુમાર ઝા,અહમદ અશફાક કરીમ,અમરેન્દ્રધારી સિંહ,પ્રેમચંદ ગુપ્તા,ડોક્ટર તનવીર હસન,વૃષિણ પટેલ,સુબોધ કુમાર,સુનિલ કુમાર સિંહ,મોહમ્મદ ફારૂખ,સુરેશ પાસવાન,સુખદેવ પાસવાન, રાજવંશી મહતો, સીતારામ યાદવ, ઉર્મિલા ઠાકુર, મોહમ્મદ કારી સોહેબ, અનિલ પાસવાન, સલીમ પરવેજ, અશોક કુમાર સિંહ, રામબલી સિંહ ચંદ્રવંશી, નારાયણ મહતો, રાજનીતિ પ્રસાદ, પ્રતિમા કુશવાહા વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.આરજેડીના સ્ટાર પ્રચારકોની યાદીમાં કોઈ મોટા ચહેરાનો સમાવેશ કરાયો નથી. જેમાં પૂર્વ સાંસદ કાંતિ સિંહનું નામ પણ છે


