– સુરતની હોટલમાં ઉદ્ધવના દુતો સાથે ચર્ચા
– દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને પોતાને નાયબ સીએમ બનાવવા પણ શરતો મૂકી
મુંબઇ : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એનસીપી તથા કોંગ્રેસથી નાતો તોડી ભાજપ સાથે ફરી જોડાવાની શરત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મોકલેલા બે સંદેશાવાહકો સમત્ર મૂકી હોવાનું જાણવા મળે છે.બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા.ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો.આ લગભગ એક કલાક ચાલી હતી.
આ બેઠકમાં નાર્વેકર સમક્ષ એકનાથ સિંદેએ પ્રસ્તાળ મૂક્યો હતો.જેમા ચાર શરત જણાવી હતી.ભાજપ સાથે યુતિ કરશો તો શિવસેના સાથે જોડાયેલો રહીશ,કોંગ્રેસ-એન.સી.પી. સાથે કરેલી આઘાડી તોડી પાડવી.દેવેન્દ્ર ફડણવનીસને સીએમ અને તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માગણી કરી હોવાનુંપણ જાણવા મળે છે.બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પહેલાં મુંબઇ આવવા અને અહીં મોકળા મને ચર્ચા કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે.