પેજ પ્રમુખની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદી અને અમિત શાહની હતી જેણે પહેલાં સફળતા અપાવી હતી,હવે સીઆર પાટીલ પણ એ જ રસ્તે જઇ રહ્યાં છે,જે કોંગ્રેસ માટે જોખમી છે
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપને ચૂંટણી રણનીતિ આ વખતે ખાસ હશે.સોશ્યલ મિડીયા યુદ્ધની સાથે આ વખતે હાઇટેક પદ્ધતિથી ભાજપ ચૂંટણી લડશે.આ વખતે ભાજપ્ની ચૂંટણી રણનીતિના ખેલાડીઓ ખાસ પેજ પ્રમુખ હશે.
પેજ પ્રમુખની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદી અને અમિત શાહની હતી જેણે પહેલાં ગુજરાતમાં ભાજપને સફળતા અપાવી છે અને હવે સીઆર પાટીલ પણ એ જ રસ્તે જઇ રહ્યાં છે જે કોંગ્રેસ માટે અત્યંત જોખમી બની શકે તેવા સંકેત અત્યારથી જ મળી રહ્યાં છે,કારણ કે પ્રત્યેક ચૂંટણી સમયે કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ અત્યંત કંગાળ છે.
એક વોટર લિસ્ટમાં એક પેજ પ્રમુખ હશે.એટલે કે અંદાજે 50 મતદારો વચ્ચે એક પેજ પ્રમુખ હશે.પેજ પ્રમુખ ઉપરાંત પ્રત્યેક બુથ પર સ્માર્ટફોન સાથે કાર્યકરોની યાદી બનશે. સામાન્ય રીતે ચૂંટણી ગેમપ્લાનમાં પેજ ઇન્ચાર્જની ભૂમિકા બહું જ મહત્વની હોય છે.
ગુજરાતમાં આ પ્લાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તૈયાર કર્યો છે.અગાઉ ગુજરાતની ચૂંટણીમાં 60 મતદારો વચ્ચે એક પેજ પ્રમુખ હતો.પેજ પ્રમુખ હંમેશા તેના ઘરમાંથી વોટ માગવાની શરૂઆત કરતો હોય છે. 2022ની ચૂંટણી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાવાની હોવાથી ભાજપ માટે અસ્તિત્વનો જંગ હશે.પાટીલ ભાઉએ તો અગાઉ કહ્યું છે કે અમે ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટો પર વિજય મેળવવાના છીએ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પેજપ્રમુખ બની પેજ સમિતિનું ગઠન કર્યું છે.પેજ પ્રમુખની વોર્ડની યાદીમાં નામ,સરનામું,મોબાઇલ નંબર,આધાર કાર્ડ નંબર,મતદારયાદી ક્રમાંક, જન્મતારીખ,લગ્ન તારીખ અને બ્લડગ્રુપ લખવામાં આવે છે.આ અગાઉ ખુદ સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પેજપ્રમુખ બન્યાં છે.