– નો રીપીટ અપનાવાય,છાપેલા કાટલા જેવાઓને દુર કરાય અને નવયુવાન તરવરીયા યુવાનોને ભાજપ નગરપાલિકાઓમાં આગામી ચુંટણીમાં આપે તક
– ગાંધીધામમાં તો અમુક કાઉન્સીલરો પાંચ વર્ષ પહેલા વ્યાજ ચૂકવતા હતા,અને આજે વ્યાજે નાણા ધીરી રહ્યા છે,ખાવાના સાસા હતા તેવા આજે જાગીદાર બની ગયા છે,અને આવુ નગરસેવકોને મફ્રતુ હોય તો ધંધા-રોજગાર શા માટે કરે? અમુક નો તો કોઈ પણ પ્રકારનો ધંધો-રોજગાર છે જ નહી..!
– પેટા ચુંટણીમાં ભાજપની હતી આગોતરી તૈયારી, કોંગ્રેસના ઉમેદવારે લડવાનું હતુ એકલપંડે જયારે સ્થાનિક સ્વરાજય-સુધરાઈની ચુંટણીનો સિનારીયો હશે એકદમ અલાયદો
– નગરપાલિકાઓને ભ્રષ્ટાચાર થકી નરકપાલિકા બનાવી દેનારા બની બેઠલામુરતીયાઓને રીપીટ કર્યા તો અનેક જગ્યાએ ડીપોજિટ ડુલ થવાની આવી શકે છે નોબત
– ગાંધીધામ જેવી સુધરાઈમાં તો કેટલાય નગરસેવકોના દાંતણ-શૌચક્રીયાઓ નગરપાલિકામાં જ થતી અને રાત્રે બંધ કરતી વખતે ટકોર કરે ત્યારે જ થતા ઘર ભેગા : ભ્રષ્ટાચાર કે સિન્ડીકેટની રીંગને જોવા દુર જવાની જરૂર નથી તાજેતરના જ ૧ર કરોડની રોડ-રસ્તાની સ્પેશ્યલ ગ્રાન્ટનો દાખલો છે મોજુદ
ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમા જ રાજયમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચુંટણીઓમાં કલીનસ્વીપ મેળવી લીધો અને તે જ પ્રજાજનો પર રહેલી અસરનો લાભ ઉઠાવવાના પગલે વેળાસર જ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પણ યોજવાનુ મન બનાવી રહી હોવાનુ સામે આવે છે તેવા સમયે બીજીતરફ કચ્છથી લઈ અને ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજયની ચુટણીઓને લઈને ભાજપના રણનીતીઓ-સંગઠનના મોભીઓ સહિતનાઓ આ પેટાચુંટણીના વિજયના ઘેલમાં રહી અને સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પણ એમની એમ જ જીતી જવાશે તેવી ખાંડ ન ખાય તેવી ટકોર કરવામા આવી રહી છે. રાજકીય તજજ્ઞો જે માની રહ્યા છે તે અંગે જો ડોકીયુ કરીએ તો નગરપાલીકાની ચુંટણીઓ-સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ અને વિધાનસભાની પેટાચુંટણીઓની સરખામણી કરી ન શકાય.ભાજપની પેટાચુંટણીની વાત કરીએ તો આ બેઠકો પર ભાજપના ઉમેદવારો નિશ્ચિત જ હતા.જેવા રાજીનામા અપાયા કે મુરતીયાઓ જાહેર કરી દેવાયા,ઉપરાંત મંત્રી,સંગઠનના પ્રદેશસ્તરના મોભી, યુવાનોને ભાજપે ચુંટણીથી ચાર-ચાર માસ વહેલા જ કામે લગાડી દીધા હતા.અને સરકારી મશીનરીઓ ઉપરાંત ચુંટણીલક્ષી લાભો જયા જયા જે લેવાના થાય તે પણ સત્તાપક્ષે લીધા એટલે ભાજપને માટે સોસરો વિજય બની જવા પામ્યો છે.સામેપક્ષે અહી કોંગ્રેસના ઉમેદવારો તો એકલા હાથે જ જંગ લડવાનો હતો.તેની પાસે ન તો સંગઠન હતુ,ન કાર્યકર્તાઓની ફોજ ક ન તો પછી સમય.ઉમેદવારો કોંગ્રેસના છેલ્લી ઘડીએ જાહેર થયા એટલે ઉમેદવારને મળેલા ૧૦થી ૧પ દીવસ તો સંગઠનના મનામણા-રીસામણાં જ જતા રહ્યા હતા.આવામાં કોંગ્રેસના ખોળે તો અહી હાર લખાયેલી જ હતી.એટલે ભાજપ વિધાનસભાની પેટાચુટણીના ભવ્ય વિજયને આગળ ધરી અને સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ માત્ર જીતવા નીકળી પડશે તો મોટો ફટકો પડી શકે તેમ હોવાનુ પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પેટાચુંટણીના પરીણામો સારા આવ્યા છે એટલે નગરપાલિકાઓ જીતી જવાશે તેમ ભાજપને માની લેવાની કેાઈ જ જરૂર નથી.કારણ કે,નગરપાલિકાઓની જ વાત માંડો તો આ ટર્મના પદાધિકારીઓએ જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો તો અગાઉ કયારે નથી આચારાયો.આવામાં જો રીપીટ થીયરી ભાજપ નગરપાલિકાઓમાં અપનાવશે તો પ્રજાજનો પરચો દેખાડવાની તમામ તૈયારીઅ કરીને જ બેઠા છે અને ભાજપને આવા ભ્રષ્ટાચાર થકી ભોગવવાનો વારો આવી શકે છે.
ભ્રષ્ટાચારીઓ એટલા બધા ફાટીને ફુલેકે ગયા હતા કે ગાંધીધામ નગરપાલિકા જેવી કચેરીઓમાં તો કેટલાક તત્વો ઘરેથી દાંતણ કરતા નીકળે અને હાથ-મોઢુ સુધરાઈમાં ધોતા હોવાની વાતો ઉડી હતી.તે એટલે સુધી કે આવા તત્વો રાત્રીના સુધરાઈ સંકુલને તાળુ મારવા વાળો પણ આવા લોકોને ટકોર કરતો કે હવે તો બહાર નીકળો..! ત્યારે નગરપાલીકા સંકુલ છોડતા હતા.ગાંધીધામ નગરપાલિકા જેવા તત્વો અન્યત્ર પણ હશે જ અને આવા તત્વોને જો ભાજપ રીપીટ કરશે તો ડીપોઝીટ પણ ડુલ થઈ શકે તેમ છે. બહુ દુર જવાની જરૂર નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા વરસાદી ધોવાઈ ગયેલા રસ્તાઓ માટે તાજેતરમાં જ આવેલી ૧ર કરોડની ખાસ ગ્રાન્ટની રકમમાં રમાયેલા ચલકચલાણાને ચકાસી જોવાની જરૂર છે.આ બાર કરોડની ગ્રાન્ટનુ શુ થયુ? હકીકતમા આવી ખાસ ગ્રાન્ટની રકમની તપાસ એસીબીએ જ કરવી જોઈએ. આટઆટલી પ્રજાકીય રકમ, ભાજપ પક્ષ અને સરકારના સારા ઉદેશ્યોને નગરપાલિકાન ભ્રષ્ટાચારીઓ ગોબાચોરી આચરીને ધોઈને પી ગયા હોય તેમને રીપીટ કરાય જ કેમ? એટલે આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપ નો રીપીટ થીયરી અપનાવે તે જ કહી શકાય સમજણ ભરી પહેલ.નો રીપીટ થીયરી અપનાવે અને તેમા પણ નવા અને યુવા ચહેરાઓને જ તક આપે તો જ પક્ષને ફાયદો થશે બાકી જુના અને છાપેલા કાટલા જેવાઓની પસંદગી કરવામા આવશે તો તેઓ તો નગરપાલિકામા ગોઠવાઈ ગયા બાદ લુંટફાંટ કરી ખુદના જ ગજવા ગરમ કરવા તૈયાર જ બેઠા છે.બીજીતરફ ખાટલે મોટી ખોટ એ પણ છે કે,સીઈઓ સ્થાનિક શહેરમાં બહાર ફર્યા નથી હોતા, એસી કેબીનોમાં બેસીને જ વહીવટ કરતા રહ્યા છે,સીઈઓને પુછો કે ઝંડાચોક કયા આવ્યો તો ભાગ્યે જ ખબર હોય.! આવા સીઈઓઅ મંગળથી શુક્રવાર સુધી કેચીરમાં સુટકેશ ભરવા જ આવતા રહ્યા છે, તેઓને શહેરની સુખાકારી કે પક્ષ-સરકારની પણ જવલ્લે જ ચિંતા રહેતી હોય છે. ખરેખર તો ચોર-તસ્કરા ેજે મંદિરોને અભડાવી રહ્યા છે તેઓએ આવા સીઈઓની સુટકેશ પર લુંટ ચલાવી જોઈએ તો ઘણો ફાયદો થઈ જાય તેમ છે. કહેવાય છે કે, એક સીઈઓ તો લાબા સમયથી કચ્છમાંને કચ્છમાં જ સેવા બજાવી રહ્યા છે.એકથી બીજીને બીજીથી ત્રીજી સુધરાઈમાં ફરી રહ્યા છે.તેઓએ તો પોતાના કદ પ્રમાણે જ પૈસા ભેગા કર્યા છે.તપાસ થવી જોઈએ કે તેઓ કેટલા વરસથી એક જ જિલ્લામાં બેઠા છે.હવે તેઓની બદલી કેમ ન કરવામા આવે..! આવા આવા સંજોગો જયા સર્જાયેલા છે ત્યા ભાજપ સંગઠનકારો,રણનીતીકારો સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા નો રીપીટ થીયરી અપનાવે તે જ સમયનો તકાજો બની ગયો છે.


