નવી દિલ્હી : યુક્રેન પર આશરે બે મહિનાથી રશિયાનું આક્રમણ ચાલી રહ્યું છે.તેથી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.એક પક્ષ રશિયાની સાથે છે, તો બીજો અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે છે.ભારતની વાત લઈએ તો ભારતે ખુલ્લી રીતે કોઇનો પણ પક્ષ લીધો નથી અને મંત્રણા દ્વારા આ પ્રશ્ન ઉકેલવા માટે આગ્રહ રાખ્યો છે.આમ છતાં તજજ્ઞાો માને છે કે ભારત રશિયા તરફી છે.છેલ્લે પ્રાપ્ય માહિતી પ્રમાણે જાપાને કહ્યું છે કે યુક્રેનીઓની મદદ માટે જતાં વિમાનોને ભારતમાં ઉતરવા દેવાની પરવાનગી આપવાનો ઇનકાર કરાયો છે.આ માહિતી નિક્કેઇ એશિયાએ આપી છે.તેના અહેવાલ પ્રમાણે જાપાનની સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નીતિ ઘડનાર જૂથના પ્રમુખ સાને તાકાઈપીએ કહ્યું હતું કે વિસ્થાપિત યુક્રેનીઓની સહાય માટે જાપાનનાં સેલ્ફ ડીફેન્સ ફોર્સના વિમાનોને ભારત ઉતરવા દેવાનો ઇનકાર કરાયો છે.
અહેવાલો જણાવે છે કે જાપાની સરકારે તેના વિમાનોને એક સ્ટોપ ઓવર સાથે તેને ફરી બોર્ડ આપૂર્તિ પછી પોલેન્ડ અને રોમાનિયા દ્વારા યુક્રેન સુધી પહોંચવાની યોજના બનાવી હતી.આ અંગે તે પણ ઉલ્લેખનીય છે કે યુનો દ્વારા પણ સહાયતા માટે અપીલ કરવામાં આવી હતી.અમેરિકાએ પણ અપીલ કરી હતી છતાં હજી સુધી ભારતનાં વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિભાવો આપ્યા જ નથી.
એકસપર્ટસ કહે છે કે જો આ અહેવાલો સાચા હોય તો ક્વોડ ગુ્રપ વધુ નિર્બળ બનશે. આ ક્વોડ જૂથમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત સભ્ય પદે છે.આ જૂથ ચીન રશિયાનો સામનો કરવા રચવામાં આવ્યું છે તેમ પણ કહેવાય છે.યુક્રેન ઉપરનાં રશિયાનાં આક્રમણ સંબંધે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો રશિયાની ઉગ્ર ટીકા કરી રહ્યા છે પરંતુ ભારત મૌન છે.આથી કવોડ દેશોની જૂથબંધી પણ નબળી પડવા સંભવ છે.

