નવી દિલ્હી : મેમાં ભારતની નિકાસ ૧૫.૪૬ ટકા વધીને ૩૭.૨૯ અબજ ડોલર થઇ છે.પેટ્રોલિયમ પેદાશો,ઇલેક્ટ્રોનિક ગુડ્સ એન્ડ કેમિકલના સારા દેખાવને પગલે નિકાસમાં આ વધારો જોવા મળ્યો છે.મે મહિનામાં વેપાર ખાધ વધીને ૨૩.૩૩ અબજ ડોલર થઇ છે તેમ વાણિજય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.મે મહિનામાં આયાત ૫૬.૧૪ ટકા વધીને ૬૦.૬૨ અબજ ડોલર થઇ છે.ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૧માં વેપાર ખાધ ૬.૫૩ અબજ ડોલર હતી.મે મહિનામાં પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઇલની આયાત ૯૧.૬ ટકા વધીને ૧૮.૧૪ અબજ ડોલર રહી છે. સોનાની આયાત વધીને ૫.૮૨ અબજ ડોલર રહી છે. મે,૨૦૨૧માં સોનાની આયાત ૬૭.૭ કરોડ ડોલર હતી.એપ્રિલ અને મ એમ બે મહિનાની કુલ વેપાર ખાધ ૪૩.૭૩ અબજ ડોલર રહી છે.જે ગયા વર્ષના સમાન ગાળામા૪ં ૨૧.૮૨ અબજ ડોલર હતી.મે મહિનામાં એન્જિનિયરિંગ વસ્તુઓની નિકાસ ૭.૮૪ ટકા વધીને ૯.૩ અબજ ડોલર રહી છે.પેટ્રોલિયમ પેદાશોની નિકાસ ૫૨.૭૧ ટકા વધીને ૮.૧૧ અબજ ડોલર રહી છે.