મનિલા, તા.૨૮ : ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી. સિંધુએ સિંગાપોરની યુઈ યાન જાસ્લીન હૂઈ સામે ૨૧-૧૬, ૨૧-૧૬ થી સીધી ગેમ્સમાં વિજય મેળવતા બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.જ્યારે ભારતની સાયના નેહવાલ ચીનની વાંગ ઝી યી સામે ૨૧-૧૨, ૭-૨૧, ૨૧-૧૩થી હારી જતા બહાર ફેંકાઈ હતી.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારો ભારતનો કિદામ્બી શ્રીકાંત પણ બીજા રાઉન્ડમાં ચીનના વેંગ હોંગયાંગ સામે ત્રણ ગેમના સંઘર્ષ બાદ ૧૬-૨૧, ૨૧-૧૭, ૧૭-૨૧થી હારી ગયો હતો. આ સાથે મેન્સ સિંગલ્સમાં ભારતના પડકારનો ક્વાર્ટર ફાઈનલ પહેલા જ અંત આવી ગયો હતો.સાતમો ક્રમાંક ધરાવતી સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.તેમણે જાપાનના એકિરા કોગા અને ટાઈચી સૈટોની જોડીને ૨૧-૧૭, ૨૧-૧૫થી પરાજીત કરી હતી.અગાઉ ભારતનો યુવા બેડમિંટન સ્ટાર લક્ષ્ય સેેન પહેલી જ મેચમાં હારીને બહાર ફેંકાયો હતો.