નવી દિલ્હી, તા.૨ : ભારતની યુવા મહિલા વેઈટલિફ્ટર હર્ષદા ગારુડે ગ્રીસમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.હર્ષદાએ ૪૫ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં કુલ મળીને ૧૫૩ કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.જ્યારે તેના કરતાં ત્રણ કિલોગ્રામ ઓછું વજન ઉંચકનારી તુર્કીની બેક્ટાસ કાન્સુને સિલ્વર મેડલ મળ્યો હતો.હર્ષદાએ સ્નેચ કેટેગરીમાં ૭૦ કિગ્રા વજન ઉંચક્યું હતુ. જ્યારે તેણે ક્લિન એન્ડ જર્કમાં ૮૩ કિગ્રા વજન ઉંચક્યું હતુ.જ્યારે તુર્કીની બેક્ટાસ કાન્સુએ સ્નેચમાં ૬૫ અને ક્લિન એન્ડ જર્કમાં ૮૫ કિગ્રા વજન ઉંચક્યું હતુ.તેને સિલ્વર મેડલ મળ્યો હતો.મોલ્ડોવાની ટેઓડોરા-લ્યુમિનિટીએ કુલ મળીને ૧૪૯ કિગ્રા વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ભારતની અંજલી પટેલ પણ સ્પર્ધામાં હતી.તેને કુલ મળીને ૧૪૮ કિગ્રા વજન ઉંચકીને પાંચમું સ્થાન મેળવ્યું હતુ.અગાઉ મીરાબાઈ ચાનુએ ૨૦૧૩માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો.જ્યારે ગત વર્ષે યોજાયેલી વર્લ્ડ જુનિયર વેઈટલિફ્ટિંગમાં ભારતની અંચિન્તા શેઉલીએ સિલ્વર મેડલ જીત્યો હતો.