નવી દિલ્હી, તા.૩: કોરોના વાઈરસની અસરરૂપે ચીનની સપ્લાઈ ચેઈન અવરોધાય છે. તે ઉપરાંત લોકલ માગ નબળી છે. નિકાસ માગ ઘટી છે. ઉત્પાદન પ્રવૃત્ત્િ।ને અસર થઈ છે. તેથી ૩૧, માર્ચના અંતે પૂરા થનારા નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ઘિ દર ઘટીને ૪.૯ ટકા થશે, એમ ફીચ સોલ્યુશને આગાહી કરી છે. જોકે, ૨૦૨૦-૨૧માં (એપ્રિલ-માર્ચ) અકિલા આર્થિક વૃદ્ઘિ સુધરીને ૫.૪ ટકા અંદાજાયો છે. ૨૦૧૯-૨૦માં ફીચે અંદાજ ૫.૧ ટકા મુકયો હતો તે થોડો ઘટીને ૪.૯ ટકા મુકાયો છે. ભારતમાં જીડીપી વૃદ્ઘિ ઓકટોબર-ડિસેમ્બરમાં ૪.૫ ટકાથી સુધરીને ૪.૭ ટકા થઈ છે. અકીલા અગાઉના વર્ષના ૫.૧ ટકાથી ઓછી છે. ૨૦૨૦-૨૧ના બજેટની જોગવાઈમાં ઉદ્યોગને વેગ મળે એવું કંઈ નથી. એનબીએફસી નાણાકીય કટોકટીમાં છે. ઓટોમોબાઈલ અને ઈલેકટ્રોનિક સેકટરને કોરોના વાઈરસથી વધારે અસર થઈ છે. ફીચના જણાવ્યા પ્રમાણે ઓટોમોટીવ ઉદ્યોગ આગામી દિવસોમાં નબળો જ રહેવાની શકયતા છે. માગ-વપરાશ એકંદરે ઘટવા તરફી છે.


