ચીનથી શરૂ થયેલી કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં અમેરિકામાં જોવા મળી રહી છે. કોરોના પોઝિટીવની સંખ્યા અને મોતના આંકમાં અમેરિકાએ ચીનને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં અમેરિકી દૂતાવાસમા એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. અમેરિકામાં હાલમાં 6000 લોકોનાં મોત થયાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1100 લોકો મોતને ભેટ્યા છે. વ્હાઈટ હાઉસના જાણકારોનું કહેવું છે કે આ બિમારીથી 1 લાખથી 2.40 લાખ લોકોનાં મોત થઈ શકે છે. અમેરિકાના 85 ટકા લોકો હાલમાં ઘરોમાં છે.
અમેરિકામાં 2.45 લાખ કેસ
અમેરિકામાં કોરોના કાળચક્ર બનીને ફરી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે. કોરોનાન કારણે અમેરિકામાં 24 કલાકમાં અગિયારસો જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ બે લાખ 45 હજારથી વધુ કેસ થયા છે. જ્યારે મૃત્યુઆંક પણ છ હજારને પાર થયો છે. અમેરિકામાં કોરોનાનું એપી સેન્ટર બનેલા ન્યૂયોર્કમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખની નજીક કેસ પહોંચી ગઈ છે. અને પચ્ચીસોથી વધુના મોત થયા છે. જ્યારે ન્યુજર્સીમાં પચ્ચીસ હજારથી વધુ કેસ નોંધાયા અને 530થી વધુના માત્ર ન્યુજર્સીમાં મોત થયા..આ ઉપરાંત કેલિફોર્નિયામાં 189 નવા કેસ નોંધાતા કુલ 11 હજારથી વધુ કેસ થયા છે. અમેરિકામાં કુલ 10 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.
ભારતમાં કોરોનાના કેસો 2645એ પહોંચ્યો
દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. દેશભરમાં કુલ 2645થી વધુ કેસ નોંધાયા છે અને કુલ 74 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 4 જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થયો છે. 30મીએ 1347 કેસો સામે આજે આ આંક 2600 પ્લસ છે. ભારતમાં કોરોના સતત વધી રહ્યો છે. દેશમાં 31મીએ 288, 01 એપ્રિલના રોજ 424 અને 02 એપ્રિલના રોજ 486 કેસો નોંધાયા છે. કોરોના હજુ ભારતમાં બીજા સ્ટેજ પર છે એટલે કે લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજ પર છે.
જમાતીઓએ ભારતમાં કોરોના ફેલાવ્યો
સરકાર કમ્યુનિટીના સ્ટેજ પર પહોંચ્યો હોવાનો સાફ ઇનકાર કરી રહી છે. જો આ સ્ટેજ પર પહોંચ્યો તો અસંખ્ય કેસોમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં થયેલા તબલિગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. નિઝામુદ્દ્દીનમાં ગત મહિને થયેલી જમાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલ 295 લોકોના ગુરુવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. ભારતમાં 24 કલાકમાં 486 નવા કેસ નોંધાયા જેમાં 60 ટકા લોકો દર્દીઓ તબલિગી જમાતનું કનેકશન ધરાવે છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્માં સૌથી વધુ 423 કેસ છે અને મત્યુઆંક 21 છે. આ ઉપરાંત દિલ્હીમાં 293 પોઝીટીવ કેસ છે. કેરળમાં 286 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં કોરોના પોઝીટીવનો આંકડો 309ને પાર પહોંચ્યો છે. તામિલનાડુમાં કોરોનાનો કેર વધવાનું મુખ્ય કારણ એ તબલિધી જમાત છે. ગુજરાતમાં પણ આજે 7 કેસો બહાર આવ્યા છે. એમનું કનેક્શન પણ તબલિઘી જમાત સાથે જોડાયેલું છે. દેશના 14 રાજ્યોમાં તબલિગી જમાત સાથે જોડાયેલા કેસોની સંખ્યા 647એ પહોંચી છે.