દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો ફરી એકવાર ડરવા લાગ્યા છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 2,151 નવા કેસ નોંધાયા છે.આ સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 44,709,676 થઈ ગઈ છે.ત્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 11,903 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા ડેટા
આજે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં સંક્રમણથી મૃત્યુઆંક 5,30,841 છે.ભારતમાં સંક્રમણનો દૈનિક દર 1.51 ટકા છે અને સાપ્તાહિક દર 1.53 ટકા છે.
11,903 લોકો સારવાળ હેઠળ
તાજેતરના ડેટા અનુસાર, દેશમાં હાલમાં 11,903 લોકો કોરોના વાયરસના સંક્રમણથી સારવાર હેઠળ છે,જે કુલ કેસના 0.03 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.78 ટકા છે.અત્યાર સુધીમાં કુલ 4,41,66,925 લોકો સંક્રમણ મુક્ત થયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે.
કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.